મોરબીના જેતપર રોડે ખુંટીયો આડો ઉતરતા ટ્રક ચાલકે બેલેન્સ ગુમાવ્યા બાદ દિવાલ પડવાથી ત્રણ મજૂરને થયેલ ઇજાના બનાવમાં ગુનો નોંધાયો
SHARE









મોરબીના જેતપર રોડે ખુંટીયો આડો ઉતરતા ટ્રક ચાલકે બેલેન્સ ગુમાવ્યા બાદ દિવાલ પડવાથી ત્રણ મજૂરને થયેલ ઇજાના બનાવમાં ગુનો નોંધાયો
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક આવેલ સિરામિક યુનિટમાં વિચિત્ર અકસ્માત બનાવ બન્યો હતો જેમાં રોડ ઉપર ખુંટીયો આડો ઉતરતા ટ્રક ચાલકે ટ્રક સાઇડમાં લેવા જતા ટ્રક કારખાનાની દીવાલ સાથે અથડાતા દિવાલ પડી જવાથી એક મહીલા સહિત ત્રણ મજૂરોને ઇજાઓ પહોંચી હતી તે બનાવમાં ગુનો નોંધાવાતા પોલીસે તપાસ શરૂ કરેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ નજીકના સેફીલો સિરામિક નામના યુનિટ પાસે ઉપરોકત અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ટ્રક ડમ્પર નંબર જીજે ૧૨ એટી ૯૫૧૦ નો ચાલક ટ્રક લઇને જતો હતો તે દરમ્યાનમાં રોડ ઉપર અચાનક ખુંટીયો આડો ઉતરતા ટ્રક ચાલકે ટ્રકને રોડની સાઇડમાં દબાવવા પ્રયાસ કર્યો હતો તે સમયે ટ્રક સેફીલો સિરામીક નામના કારખાનાની દિવાલની સાથે અથડાતા દિવાલ પડી ગઈ હતી અને તેના લીધે તે જગ્યાએ ચોકડી હોય ત્યાં ન્હાવા-ધોવાનું કામ કરી રહેલ સુનિતાબેન ઝુંડી (૨૩), ચરણસિંગ ગેડાસિંગ આદીવાસી (૨૩) મૂળ રહે.ઓડીસા અને મહેશ મહાદેવભાઇ આચાર્ય (૧૯) રહે.ભડવાલ તા.થરાદ જી.બનાસકાંઠા નામના ત્રણ મજૂરોને ઈજાઓ થતાં ત્રણેયને સામેકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચરણસિંગને ડાબા પડખામાં ફેકચર તેમજ ડાબા ફેફસામાં ઇજા થઇ હતી તેમજ સાહેદ સુનિતાબેન અને મહેશભાઇને પણ બનાવમાં ઇજા થયેલ હતી.સારવાર બાદ ચરણસિંગ આદિવાસીએ ઉપરોક્ત નંબરના ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલમાં તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા જેન્તીભાઈ મલાભાઇ પરમાર નામના ૪૫ વર્ષીય યુવાનને ડોક્ટર ભીલાના દવાખાના પાસે બાઈક સાથે બાઇક અથડાવાના બનાવમાં ઇજાઓ થયેલ હોય તેને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના માળિયા મિંયાણા તાલુકાના જુના ઘાંટીલા ગામે ટીનાભાઇ હિંમતભાઈ રાઠવા નામના ૨૫ વર્ષીય યુવાનનું બાઈક ગામ નજીક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં તેને ઇજાઓ થઇ હોય તેને આત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા ભરતભાઈ પોપટભાઈ પડસુંબીયા નામના ૩૩ વર્ષીય યુવાનનું બાઈક વાવડી ચોકડી પાસે સ્લીપ થઈ ગયું હોય ઇજાગ્રત થયેલા ભરત પડસુંબીયાને અત્રેની મધુરમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
