મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

જય શ્રીરામ: મોરબીમાં જય અંબે ગરબી મંડળ દ્વારા દશેરા નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો


SHARE







જય શ્રીરામ: મોરબીમાં જય અંબે ગરબી મંડળ દ્વારા દશેરા નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં દર વર્ષે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન જય અંબે ગરબી મંડળ દ્વારા કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આજે પણ દશેરા નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે રામ રાવણનું યુદ્ધ સહિતના કાર્યક્રમો જોવા માટે થઈને મોટી સંખ્યામાં મોરબીના લોકો ત્યાં ઉમટી પડ્યા હતા.

વિજયા દશમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી હતી અને રાવણ દહનના કાર્યક્રમ યોજાયા હતા ત્યારે મોરબીમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો તે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મોરબીના લોકો જોડાયા હતા મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ જય અંબે સોસાયટી પાછળ આવેલ સન ફ્લોરા સામે ખુલ્લા ખેતરમાં જય અંબે ગરબી મંડળ દ્વારા સતત ચોથા વર્ષે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં રાવણ દહન કરતાં પહેલા શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં માત્ર રાવણ જ નહીં પણ તેની સાથે કુંભકરણ અને મેઘનાથનું પણ દહન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 51 ફૂટ ઊંચા રાવણના પુતળાની સાથે 31 ફૂટના કુંભકર્ણ અને 31 ફૂટના મેઘનાથના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું. ત્યારે જયશ્રી રામ ના નારાથી મોરબી ગુંજી ઉઠ્યું હતું.






Latest News