ટંકારાના જીવાપર ગામે સગીરાના અપહરણના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
SHARE







ટંકારાના જીવાપર ગામે સગીરાના અપહરણના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના જીવાપર ગામમાં વર્ષ ૨૦૦૦ માં અપહરણનો બનાવ બનેલ હતો જે ગુનામાં આરોપી રમેશ ઉર્ફે રાણા ધનજીભાઈ સંગાડને મોરબીની એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે દ્વારા આજીવન કેદની શિક્ષાપાત્ર ગુન્હામાંથી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.
ટંકારા પોલીસ મથકે જીવાપર ગામે બનેલ અપહરણના બનાવની પોલીસ ફરિયાદ થયેલ હતો અને વર્ષ ૨૦૦૦ માં ભોગ બનનાર ઉમર 16 વર્ષની હતી અને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચ આપી ભોગ બનનારનું અપહરણ કરવામાં આવેલ છે તેવી ફરિયાદ કરવામાં આવી હતી જેથી આઇપીસીની કલમ ૩૬૩,૩૬૬ અને ૩૭૬ મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ હતો અને આ ગુન્હામાં આરોપી રમેશ ઉર્ફે રાણા ધનજીભાઈ સંગાડની ધરપકડ કરી હતી અને તેની સામે વર્ષ ૨૦૨૨ માં ચાર્જશીટ ફાઇલ કરેલ હતી અને આ કેસ મોરબીના એડી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી રમેશ ઉર્ફે રાણા ધનજીભાઈ સંગાડને તા.૧-૧૦-૨૫ ના રોજ આજીવન કેદની શિક્ષાપાત્ર ગુન્હામાંથી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે ગુનાના કામે મોરબીની એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં મોરબી જીલ્લાના યુવા એડ્વોકેટ ધ્રુવીલ ભીમાણી, જયદીપ જે. ઘોડાસરા, તથા નિકીતા વી.વામજા દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ હતી અને એડ્વોકેટની દલીલો તથા લેન્ડમાર્ક જજમેન્ટને ધ્યાને લઈ અદાલત દ્વારા આરોપીને નિર્દોષ જાહેર કરેલ છે.
