મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકાનું રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવી રહેલ વિભાજન રોકવા આમ આદમી પાર્ટીની માંગ


SHARE





માળિયા (મી) તાલુકાનું રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવી રહેલ વિભાજન રોકવા આમ આદમી પાર્ટીની માંગ

મોરબી જિલ્લાના માળિયા-મિયાણા તાલુકાનું રાજકીય કિન્નાખોરીથી વિભાજ  કરવા માટેની હિલચાલ ચાલી રહી છે અને માળીયા તાલુકો નાબુદ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે જેથી તેને અટકાવવા માળિયા (મી) શહેર આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને માળીયા તાલુકાનું વિભાજન અટકાવવા માટેની માંગ કરી હતી.

માળીયા (મી)  શહેર આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યુ હતું કે, માળિયા-મિયાણા તાલુકાનું વિભાજન કરીને અન્ય બે તાલુકા બનાવવા માટેની કવાયત ચાલી રહી છે. જેમાં માળિયા-મિયાણા તાલુકાને માત્ર 4-5 ગામડાઓથી જ સિમિત રાખવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જેથી આવા નિર્ણયની સામે અત્યારથી જ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને આ ગામના લોકોને ધરાર નવા તાલુકાઓમાં સમાવવા માટેની કુટનીતિ ચાલી રહી છે. જો કે, વિકસિત અને સગવડોથી સજ્જ આમરણ (ચોવીસી) વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટીએ તાલુકા માટે યોગ્ય છે તો પણ તેને તાલુકાનો દરજ્જો કેમ આપવામાં આવી રહ્યો નથી. જો પીપળીયાની જગ્યાએ આમરણને નવા તાલુકા તરીકે જાહેર કરવામાં આવે તો મોરબી, માળિયા-મિયાણા અને જોડિયા તાલુકાના દુર દુર સુધીના અનેક ગામોના લોકોની સુખાકારીમાં વધારો થાય તેમ છે. જેથી માળિયા મિયાણા તાલુકાનું વિભાજન કરવું યોગ્ય ન હોય તેને યથાવત રાખીને વિકાસના પંથે લઇ જવામાં આવે અને નવા તાલુકાઓના ઉદ્ભવની બાબત સ્થગિત કરીને શહેરીજનો તથા તાલુકાના લોકો સહમત થાય પછી જ નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે. અને જો આમ કરવામાં નહીં આવે તો તાલુકાના તમામ લોકોને સાથે રાખીને આંદોલન કરાશે કરવાની આ ને કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.




Latest News