માળિયા (મી) તાલુકાનું રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવી રહેલ વિભાજન રોકવા આમ આદમી પાર્ટીની માંગ
મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીના આયોજન માટે ઇન્ચાર્જ કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
SHARE







મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીના આયોજન માટે ઇન્ચાર્જ કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જુદાજુદા કાર્યક્રમો યોજાશે જેમાં વિકાસ શપથ, લોકાર્પણ - ખાતમુર્હુત, વિકાસ પદયાત્રા, ક્વીઝ, નિબંધ, વકતૃત્વ સ્પર્ધા, રોજગારપત્ર વિતરણ, મિલેટની વાનગીનું નિદર્શન, શ્રેષ્ઠ ગ્રામ પંચાયતો તથા સરપંચોનું સન્માન, ભીતચિત્રો, કૃષિ પ્રદર્શનો, પાક પરિસંવાદના કાર્યક્રમો યોજાશે.
મોરબી જિલ્લામાં તા.૦૭ થી ૧૫ ના વિકાસ સપ્તાહની ઉજવણીના સુચારૂ આયોજન અંગેની બેઠક ઇન્ચાર્જ કલેકટર એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભીમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે તા.૭થી ૧૫ ઓક્ટોબર દરમિયાન મોરબી જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ’ ની ઉજવણી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરાશે. જેમા વિકાસ શપથ, લોકાર્પણ - ખાતમુર્હુત, વિકાસ પદયાત્રા, ક્વીઝ, નિબંધ, વકતૃત્વ સ્પર્ધા, રોજગારપત્ર વિતરણ, મિલેટની વાનગીનું નિદર્શન, શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોનું સન્માન, ભીતચિત્રો, કૃષિ પ્રદર્શનો, પાક પરિસંવાદ સહિતના કાર્યક્રમોનું આયોજન વિવિધ વિભાગો દ્વારા પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે. આ બેઠકમાં પ્રાંત અધિકારીઓ, આયોજન અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી,ચીફ ઓફિસર, કા.ઈ. માર્ગ અને મકાન વિભાગ સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
