મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો દ્વિતીય પાટોત્સવ યોજાયો
મોરબીના સિરામિક કારખાનને લગતી ઝારખંડના મુખ્યમંત્રીએ કરેલ પોસ્ટ બાબતે કોથળામાંથી બિલાડું નીકળ્યું !
SHARE







મોરબીના સિરામિક કારખાનને લગતી ઝારખંડના મુખ્યમંત્રીએ કરેલ પોસ્ટ બાબતે કોથળામાંથી બિલાડું નીકળ્યું !
મોરબીના સિરામિક કારખાનામાં ઝારખંડના શ્રમિકોને ગોંધી રાખવામાં આવ્યા છે તેવી પોસ્ટ ઝારખંડના મુખ્યમંત્રીએ સોશ્યલ મીડિયા ઉપર કરી હતી જેથી પોલીસ દોડતી થયેલ હતી અને તપાસના અંતે કોથળામાંથી બિલાડું નીકળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. અને જે શ્રમિકોને ગોંધી રાખવામા આવેલ હોવાનું વાત હતી તે શ્રમિકોને કોન્ટ્રાકટર પાસેથી પગાર ન મળ્યો હોવાનું સામે આવ્યું છે.
ઝારખંડના સિંહભુમ જીલ્લાના 13 શ્રમિકોને મોરબીના બેલા ગામ પાસે એજીલીસ કારખાનામાં કામ કરતા હોય પગાર ન આપીને ગોંધી રાખવામાં આવ્યા છે તેવી ઝારખંડ મુખ્યમંત્રી હેમંત સોરેનને સોશ્યલ મીડિયા પોસ્ટ કરી હતી અને તુતજ પગલાં લેવા માટે કહ્યું હતું આ બાબત મોરબી તાલુકા પોલીસની ટીમને ધ્યાને આવી હતી જેથી પોલીસે એજીલીસ કારખાને પહોચી હતી. અને ત્યાં તપાસ કરતાં તેવી માહિતી સામે આવી હતી કે, શ્રમિકોને કોન્ટ્રાકટર દ્વારા પગાર આપવામાં આવ્યો નથી જેથી કરીને આ તપાસ દરમ્યાન કોથળામાંથી બિલાડું નીકળ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો. વધુમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોઝભાઈ સુમરાએ જણાવ્યુ હતું કે, ઝારખંડથી 13 શ્રમિકો કામ કરવા માટે આવ્યા હતા અને તેઓને એક મહિનો પૂરો થયો ન હતો જો કે, તેને 12થી 15 દિવસનો પગાર લેવાનો બાકી છે અને તે પગાર તેઓને કોન્ટ્રાકટરે પગાર આપવાનો છે જો કે, કામ આવી જવાથી કોન્ટ્રાકટર વતનમાં ગયો છે જે પરત આવીને પગાર આપી દેશે તેવુ જણાવ્યુ છે.
