મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી યુવા લેખક પરમ જોલાપરાની શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદમાં કમિટી મેમ્બર તરીકે નિયુક્તિ કરાઇ


SHARE







મોરબી યુવા લેખક પરમ જોલાપરાની શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદમાં કમિટી મેમ્બર તરીકે નિયુક્તિ કરાઇ

શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદએ સાહિત્યક સંસ્થા છે જે સાહિત્યને વેગવંતુ રાખવાનું કાર્ય છે. જેના સંસ્થાપક મયુરભાઈ મિસ્ત્રી, પ્રદેશ પ્રમુખ નિલેશભાઈ કનાડીયા, પ્રદેશ પ્રભારી પિન્ટુભાઈ મિસ્ત્રી છે. અમદાવાદ ખાતે સંસ્થા દ્વારા કવિ-લેખકોનું સ્નેહ મિલન યોજાયું હતું જેમાં સમાજના શ્રેષ્ઠ કવિ-લેખક ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રંસગે ગુજરાત સરકારના બાળ અધિકાર સંરક્ષણ કમિશનના અઘ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર, ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિક કલેક્ટર શાંતિલાલ ડોડીયા, વાસ્તુ શાસ્ત્ર નિષ્ણાંત ડૉ. સ્મિતાબેન સુથાર તેમજ કાંતિભાઈ પીઠવા (કોર્ણાક ઇન્ડસ્ટ્રીઝ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમાં અગાઉ યોજાયેલ કાવ્ય સ્પર્ધાના વિજેતાઓના સન્માન પણ થયા હતા. અને નવી કારોબારીમાં સભ્યો નિમણુક કરાઇ હતી. જેમાં પરમ જોલાપરા સહિત ડૉ. કુંતલભાઈ પંચાલ,ડૉ. કોસ્મિકાબેન પંચાલ, વિવેકભાઈ રાઠોડ, કિંજલબેન પંચાલ, આરતીબેન પરમાર, મિતલબેન રાઠોડ, તેજલબેન સુથારની કારોબારી સભ્ય તરીકે નિમણૂક થઈ હતી.






Latest News