વાકાંનેરની નોકર ચોરીના ગુન્હામાં ૪ વર્ષે આરોપી પકડાયો
SHARE







વાકાંનેરની નોકર ચોરીના ગુન્હામાં ૪ વર્ષે આરોપી પકડાયો
વાકાંનેર સીટી પોલીસ સ્ટેશનના નોકર ચોરીના ગુન્હામાં છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબીની ટીમે ખેડા જિલ્લા ખાતેથી ઝડપી લીધેલ છે અને આરોપીને આગળની કાર્યવાહી માટે વાંકાનેર સિટી પોલીસ હવાલે કરેલ છે.
મોરબી જિલ્લાના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ઝુંબેશનુ આયોજન કર્યું છે તેવામાં એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે અને પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા અન કૌશીકભાઇ મણવરને સંયુક્તમાં ખાનગી હકિકત મળેલ હતી કે, વાકાનેર સીટીમાં નોકર ચોરીનો બનાવ વર્ષ 2021 માં બનેલ હતો જે ગુનામાં નાસતો ફરતો આરોપી કલ્યાણસિંગ અર્જુનસિંગ રાવત રહે. બાલુકા વડીયા રજીયાવાસ તા.બ્યાવર જી.અજમેર રાજસ્થાન વાળો હાલે ખેડા જીલ્લાના ગોબલેજ ગામની સીમ સેડોફલેક્ષ પાર્કના પાર્કીંગમાં છે જેથી એલસીબીની ટિમ ત્યાં પહોચી હતી અને આરોપી કલ્યાણસિંગ અર્જુનસિંગ રાવત (૩૧) રહે. બાલુકા વડીયા રજીયાવાસ તાલુકો બ્યાવર રાજસ્થાન વાળો ત્યાંથી મળી આવેલ હતો જેથી તેને ઝડપી લઈને આગળની કાર્યવાહી માટે વાકાંનેર સીટી પોલીસ હવાલે કરેલ છે.
