હળવદ પોલીસે 4.76 લાખની કિંમતના 25 મોબાઇલ શોધીને મૂળ માલીકોને પરત કર્યા
SHARE







હળવદ પોલીસે 4.76 લાખની કિંમતના 25 મોબાઇલ શોધીને મૂળ માલીકોને પરત કર્યા
તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી હળવદમાંથી ખોવાયેલ કે ચોરાયેલ મોબાઈલ ફોન માટે પોલીસે અરજીઓ લીધી હતી અને તેને શોધવા માટેની કવાયત ચાલી રહી હતી તેવામાં પોલીસે 4.76 લાખની કિમતના 25 જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત આપ્યા હતા.
મોરબી જિલ્લાના વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોના ખોવાયેલ કે ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા માટે સ્ટાફને સુચના આપવામાં આવી હતી અને હળવદ પોલીસ સ્ટેશનના યુવરાજસિંહ નિરૂભા જાડેજાએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR" માં એન્ટ્રી કરી હતી અને સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ ટેકનીકલ સર્વેલન્સની મદદથી 4.76 લાખની કિંમતના 25 જેટલા મોબાઇલ શોધી કાઢીને તે મોબાઇલ તેના મૂળ માલીકોને રેંજ આઇજીના હસ્તે પરત આપવામાં આવ્યા હતા.
