હળવદ પોલીસે 4.76 લાખની કિંમતના 25 મોબાઇલ શોધીને મૂળ માલીકોને પરત કર્યા
હળવદમાં ભાજપના મહિલા આગેવાનના પતિએ અણધાર્યું પગલું ભરી લેતા અરેરાટી
SHARE







હળવદમાં ભાજપના મહિલા આગેવાનના પતિએ અણધાર્યું પગલું ભરી લેતા અરેરાટી
હળવદ ભાજપના મહિલા અગ્રણીના પતિએ જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી માલગાડીની આડે પડતું મૂક્યું હતું અને આપઘાત કરી લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.
બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતા ભાજપના મહિલા આગેવાન જશુબેન પટેલના પતિ શાંતિલાલ નરસીભાઈ પટેલ (58)એ કોઈપણ કારણોસર જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર માલગાડીની આડે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ત્યાં પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની જાણ થતા ભાજપના અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા તેમજ મૃતક શાંતિભાઈ પટેલ દ્વારા ક્યા કારણોસર આપઘાત કરવામાં આવેલ છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.
