હળવદમાં ભાજપના મહિલા આગેવાનના પતિએ અણધાર્યું પગલું ભરી લેતા અરેરાટી
મોરબીમાં સત્યમ પાન વાળી શેરીમાં જુદીજુદી બે ઓફિસમાં દારૂની રેડ: 6 ગુના નોંધાયા !
SHARE







મોરબીમાં સત્યમ પાન વાળી શેરીમાં જુદીજુદી બે ઓફિસમાં દારૂની રેડ: 6 ગુના નોંધાયા !
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં જુદીજુદી બે ઓફિસમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે બંને ઓફિસમાંથી દારૂનો જથ્થો અને દારૂ પીધેલ હાલતમાં શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા 6 ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં લુહાર સમાજની વાડીની સામે બાલાજી નામની ઓફિસમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 500 એમએલ જેટલા દારૂના જથ્થા સાથે મિલનભાઈ ભરતભાઈ કંજારીયા (25) રહે. ભક્તિનગર-3 ની બાજુમાં સત્યમ પાનવાડી શેરી સનાળા રોડ મોરબી વાળો મળી આવતા પોલીસે 500 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને તેની સામે દારૂનો જથ્થાનો અને પીવાનો કેસ કર્યો હતો. અને આ જ ઓફિસમાંથી દિલીપભાઈ નરસીભાઈ સંઘાણી (38) રહે. હરબટીયાળી વાળો નશાની હાલતમાં મળી આવતા તેની સામે પણ પોલીસ દારૂ પીવાનો કેસ કરેલ છે. જયારે સત્યમ પાન વાળી શેરીમાં કેતન રેફ્રિજરેટર નામની દુકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ઉન્નતસિંહ હરિસિંહ ચાવડા (40) રહે. સનાળા રોડ સત્યમ પાન વાળી શેરી વિશ્વકર્મા પાર્ક મોરબી વાળાની ધરપકડ કરી હતી આ ઉપરાંત આ જ દુકાનમાંથી નશાની હાલતમાં સુનિલભાઈ મહેબુબભાઇ નાથાણી (34) રહે. શનાળા રોડ હાઉસિંગ બોર્ડ મોરબી તથા અંકિત ભટ્ટ (34) રહે.મોરબી મળી આવતા પોલીસે તે ત્રણેય સામે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
