મોરબીના વીરપરડા ગામે જુગાર રમતા 4 શખ્સ 10,400 ની રોકડ સાથે પકડાયા
વાંકાનેરના વરડુસર નજીક વાડીના રૂમમાં જુગાર રમતા 8 શખ્સો 3.81 લાખના મુદામાલ સાથે ઝડપાયા
SHARE







વાંકાનેરના વરડુસર નજીક વાડીના રૂમમાં જુગાર રમતા 8 શખ્સો 3.81 લાખના મુદામાલ સાથે ઝડપાયા
વાંકાનેરના વરડુસર ગામની સીમમાં સરકારી નર્સરીની પાછળના ભાગમાં આવેલ વાડીના રૂમમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વાડીના માલિક સહિત કુલ આઠ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 97,020 રૂપિયાની રોકડ તથા 8 મોબાઇલ ફોન અને 4 વાહન મળીને કુલ 3,81,020 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલિસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વરડુસર ગામની ખડીયા નામની સીમમાં સરકારી નર્સની પાછળના ભાગમાં નાથાભાઈ ડોડીયાની વાડીની રૂમની અંદર જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વાડીના માલિક નાથાભાઈ લખમણભાઇ ડોડીયા (61) રહે. સિલ્વર નેસ્ટ સોસાયટી સંત કબીર રોડ રાજકોટ તથા હમીરભાઈ ગોવિંદભાઈ ડાભી (47) રહે. વરડુસર, સનાભાઇ નરસીભાઈ ઝેઝરીયા (48) રહે ચુંપણી, નાજાભાઇ છેલાભાઈ ડાભી (42) રહે. વરડુસર, સુરેશભાઈ અરજણભાઈ ડાભી (49) રહે. વરડુસર, ભીમાભાઇ ગોવિંદભાઈ ઓળકીયા (50) રહે. ચૂંપણી, સંજયભાઈ બીજલભાઇ ફીસડીયા (26) રહે. વરડુસર અને દિગ્વિજયસિંહ નટુભા પરમાર (39) રહે. ચુંપણી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 97,020 ની રોકડ કબજે કરી હતી તે ઉપરાંત 24,000 રૂપિયાની કિંમતના 8 મોબાઇલ ફોન અને 2.60 લાખની કિંમતના 4 વાહન આમ કુલ મળીને 3,81,020 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપીઓની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
