મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંવિધાન સેવા મંચ દ્વારા વિદ્યાર્થી, નવનિયુક્ત કર્મચારી અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબી જિલ્લા સંવિધાન સેવા મંચ દ્વારા વિદ્યાર્થી, નવનિયુક્ત કર્મચારી અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લા દ્વારા અનુ. જાતિના તેજસ્વી  વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો તેની સાથે નવનિયુક્ત કર્મચારી અને દાતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને પારીવારીક સંગઠનાત્મક સ્નેહમિલન યોજાયો હતો.

મોરબી જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાલાલ ટમારીયા, અશોકભાઈ ચાવડા, અનુ. જાતિ કલ્યાણ નિયામક અતુલભાઈ છાસિયા, કાર્યપાલક ઈજનેર જીજ્ઞેશભાઈ ગોહેલ, ગૌતમભાઇ સોલંકી સાહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને બંધારણના ઘડવૈયા, ક્રાંતીવીર, યુગપુરૂષ ડો. બાબા સાહેબ આંબેડકરજીના ભવ્યાતિભવ્ય  દિવ્યાતિદિવ્ય પુરુષાર્થ લક્ષ્યસિધ્ધિ વિઝન અને મિશનના આયામોને બિરદાવી વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સમાજને બાબા સાહેબના ભગીરથ પ્રયત્નોમાથી શીખ લેવા અનુરોધ કર્યો હતો.

આ તકે ૧૫૦ વિધાર્થીઓ, દાતાઓ અને નવનિયુક્ત કર્મચારીઓના સન્માન કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર, લેખક પ્રોફેશર ડો. સુનિલ જાદવે પોતાની આગવી લક્ષણિક શૈલીમા બાબા સાહેબના સમગ્ર વ્યકિતત્વની ગૌરવગાથા દર્શાવી, વિદ્યાર્થીઓ અતિથીઓ, પ્રેસ મીડિયા સર્વને પ્રભાવિત કરેલ હતા અને ડો. સુનિલ જાદવનું પ્રેરણાત્મક ઉદબોધન નવી પેઢીના નિર્માણ માટે અનન્ય સંદેશ બન્યો તે હકીકત છે કાર્યક્રમનું સંચાલણ ડો. શૈલેષભાઈ સી. રાવલ તથા લારાબેન પરમારે કર્યું હતું આ રચનાત્મક કાર્યક્રમની જ્વલંત  સફળતા માટે સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લાના તમામ સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.




Latest News