માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

દેશના તમામ રાજયોમાં પશુ ચિકિત્સાલય શરૂ કરવા રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા 


SHARE













દેશના તમામ રાજયોમાં પશુ ચિકિત્સાલય શરૂ કરવા રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા 

પશુ દવાખાના અંગે રાજયો પાસેથી વિગતો મંગાવતી કેન્દ્ર સરકાર

સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા રાજયસભામાં દેશમાં (વેટરનીટી) પશુ ચિકીત્સાલય ખોલવા માટે રજુઆત કરવામાં આવી છે. સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા રાજયસભામાં સ્પેશીયલ મેન્શન તરીકે વાઈલ્ડ લાઈફ વેટરનીટી સર્વિસ દેશમાં દરેક રાજયમાં ઉભી થાય તે હેતુથી દ્રના વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવજીને રજુઆત કરવામાં આવી હતી. આ બાબતે ગંભીરત્નથી લઈ કેદ્ર સરકાર દ્વારા દરેક રાજયને પત્ર વ્યવહાર થી વિગતો લેવામાં આવેલ અને દરેક રાજયોમાં વેટરનીટી પશુ ચિકીત્સાલય ખોલવામાં આવે તેની નોંધ લેવામાં આવેલ હતી. મંત્રીશ્રી દ્વારા સાંસદશ્રી ને આ બાબતે તુરંતજ ઘટતુ કરવામાં આવશે તેની ખાત્રી અપાયેલ હતી.

પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દિગ્વીજયસિંહજીનો પર્યાવરણ પ્રેમ અને પશુપ્રેમ આજે પણ લોકો યાદ કરે છે, ત્યારે સાંસદ્ધી કેસરીદેવસિંહ ઝાલા દ્વારા પણ પિતાથીનો વારસો જાળવી રાખવામાં આવેલ છે. હાલ વર્ષ 2025 ગીરમાં થયેલ સિંહોની વસ્તી ગણતરી સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા એ પહેલેથી છેલ્લે સુધી સંપૂર્ણ હાજરી આપી સિંહોની ગણતરી માં મુખ્ય ભૂમિકા ભજવેલ હતી. તે બદલ મન કી બાતમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલ હતો.

તેઓ એઈમ્સ હોસ્પિટલ રાજકોટના પણ સભ્ય છે. માનવ જીવન ને યોગ્ય અને સારી સારવાર મળે તે માટે સતત પ્રયત્નશિલ રહે છે. પણ માત્ર માનવ જીવન નહી પશુઓ પ્રત્યે પણ પોતાનો પ્રેમ જીવ દયાની ખાસ તકેદારી રાખે છે.જંગલી પશુઓને દેશના દરેક રાજ્યોમાં સારી સારવાર મળી રહે તે પણ સારી રીતે તંદુરસ્ત જીવન જીવી શકે તે હેતુથી તેમની આ રજુઆત ધ્યાનમાં રાખી કેંદ્ર સરકાર દ્વારા દેશના દરેક રાજ્યોમાં વેટરનીટી વિભાગ (પશુ ચિકીત્સાલય) શરૂ કરવામાં આવશે જ્યાં પશુઓને યોગ્ય સારવાર મળી રહેશે




Latest News