મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન-સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો: સાંસદ-ધારાસભ્ય હાજર રહ્યા
SHARE







મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન-સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો: સાંસદ-ધારાસભ્ય હાજર રહ્યા
આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબીના શક્ત શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા 36 વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞાદિનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ કેશરિદેવસિંહ ઝાલા તેમજ જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના આગેવાનો તેમજ સંતો મહંતો પણ હાજર રહ્યા હતા અને મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજ તરફથી શક્ત શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા 36 વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞાદિની આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે 37 માં વર્ષે પણ પરંપરા મુજબ તા. 6 ને સોમવારના રોજ હવન યજ્ઞાદિનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારે હવન-યજ્ઞાદિ 8:00 વાગ્યે શરૂ કરવામાં આવ્યો હતો અને તેની પૂર્ણાહુતિ 12:30 વાગ્યે કરવામાં આવી હતી આ તકે સન્માન સમારોહ પણ યોજાયો હતો જે કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે રાજ્ય સભાના સાંસદ અને વાંકાનેરના મહારાજા કેશરિદેવસિંહ ઝાલા હાજર રહ્યા હતા. તે ઉપરાંત જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયુભા જાડેજા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કરણી સેનાના પ્રદેશ મહામંત્રી કે.ડી.જાડેજા, મોરબી જિલ્લા કરણી સેનાના પ્રમુખ જાડેજા જયદેવસિંહ અને મોરબી તાલુકા કરણી સેનાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજા સહિતના સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા તેમજ શનાળાના શક્તિ માતાજીનાં મંદિરના મહંત સહિતના સંતો મહંતો હાજર રહ્યા હતા અને આ તકે સાંસદ કેશરિદેવસિંહ ઝાલા દ્વારા ટેક્નોલોજીના યુગમાં સમૃદ્ધિ ઘણી છે પણ આપના સાંસ્ક્રુતિક વારસાને ટકાવી રાખવા માટે આહવાન કર્યું હતું. અને જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ દેશના વડાપ્રધાન સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર ભારત માટે જે આહ્વાન કરી રહ્યા છે તેને સાકર કરવા માટે તેમજ દીકરા-દીકરીઓને વધુમાં વધુ શિક્ષણ આપવા માટે સમાજના લોકોને અનુરોધ કર્યો હતો. ત્યાર બાદ આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની નવી ટીમે જાહેર કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદે દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા (મેઘપર ઝાલા) અને ઉપપ્રમુખ પદે ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા (સનાળા), ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (સનાળા), રામસિંહ અલ્યાજી ઝાલા (પીપળી) તથા મહામંત્રી તરીકે દિવ્યરાજસિંહ જગુભા ઝાલા (નસીતપર) ના નામ ની જાહેરાત કરવામાં આવી હતી અને આગામી વર્ષ માટે શરદ પૂનમના દિવસે જે યજ્ઞનો કાર્યક્રમ યોજાય તેના માટે દર વર્ષે જે રીતે ડ્રો કરવામાં આવે છે તે રીતે જ યજમાન માટે થઈને ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં સનાળા, અદેપર અને મોડપર ગામના નામ આવ્યા હતા અને તે ગામમાંથી હવે યજમાન તરીકે કોણ બિરાજમાન થશે તે ગામના ઝાલા પરિવારના લોકો દ્વારા નક્કી કરીને ટ્રસ્ટને જાણ કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ રઘુવીરસિંહ કે. ઝાલા અને તેની ટિમ તથા નિરુભા ઝાલા અને મહેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
