મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ચકચારી કેસમાં આકરો ચુકાદો: મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીના આજીવન સખત કેદની સજા, 35 હજારનો દંડ


SHARE









મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીના આજીવન સખત કેદની સજા, 35 હજારનો દંડ

મોરબીમાંથી વર્ષ 2023 માં સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું જેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી જે કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજૂ કરવામાં આવેલ જુદી જુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને ન્યાયધીશ દ્વારા આરોપીને આજીવન સખત કેદની સજા તથા જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને 35,000 નો દંડ કરવામાં આવ્યો છે.

મોરબીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું તા 9/10/2023 ના રોજ લલચાવી ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કરવામાં આવ્યું હતું જેથી સગીરાના પરિવાર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366, 373 (1) તથા જાતીય ગુનાઓની બાળકોના રક્ષણ બાબતની અધિનિયમની 2012 ની કલમ 3 (એ), 4 મુજબ ગુનો નોંધવામાં આવેલ હતો અને આ કેસની મળેલી વિગત મુજબ વર્ષ 2023 માં સગીરાનુ લલચાવી ફોસલાવી અને પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેને મોરબીથી વાંકાનેર, રાજકોટ, અમદાવાદ, મુંબઈ સુધી ટ્રેનમાં લઈ જઈને તથા અમદાવાદથી રાજકોટ પરત ટ્રાવેલ્સની બસમાં આવતા સમયે સગીરા સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સાહિલ ઇલિયાસભાઈ કટીયાની તા. 13-10-2023 ના રોજ ધરપકડ કરી હતી.

આ કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટ અને અધિક સેશન્સ જજ સાહેબની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ સમક્ષ ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ એન.ડી. કારીઆ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજૂ કરવામાં આવેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટ અને અધિક સેશન્સ જજ કે.આર. પંડ્યા સાહેબ દ્વારા આરોપી સાહિલભાઈ ઇલિયાસભાઈ કટિયા (21) રહે. રોહીદાસ પરા મેઇન રોડ ચાર ગોદામ પાસે વીસીપરા મોરબી વાળાને આજીવન સખત કેદની સજા અને જુદીજુદી કલમ હેઠળ 35,000 નો દંડ ફટકાર્યો છે તેમજ ભોગ બનનારને વળતર માટેની યોજના હેઠળ અપીલ પિરિયડ બાદ 4 લાખ રૂપિયા તથા આરોપી દ્વારા દંડની રકમ ભરવામાં આવે તો તે 35,000 મળીને કુલ 4.35 લાખ રૂપિયા વળતર આપવા માટેનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.




Latest News