વાંકાનેરમાં યુવા સશક્તિકરણ અંગે સાંસદની હાજરીમાં વ્યાખ્યાન મંથન યોજાયું
હળવદમાં ભાઈની મશ્કરી બાબતે ઠપકો આપવા ગયેલા યુવાનની હત્યાના ગુનામાં ચાર આરોપીને આજીવન કેસની સજા
SHARE







હળવદમાં ભાઈની મશ્કરી બાબતે ઠપકો આપવા ગયેલા યુવાનની હત્યાના ગુનામાં ચાર આરોપીને આજીવન કેસની સજા
હળવદ જીઆઇડીસી વિસ્તારમાં ભાઈની સાથે મશ્કરી કરનારને ઠપકો આપવા માટે ગયેલા ભાઈ ઉપર છરી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી ગંભીર રીતે ઈજા પામેલ યુવાનનું મોત નીપજ્યું હતું જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધાયો હતો અને આ કેસ મોરબીની ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
મૂળ માળિયા તાલુકાના નવા અંજીયાસર ગામના રહેવાસી અને હાલમાં હળવદના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા હારુનભાઈ કાસમભાઈ જંગીયા (21)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની આરીફ મહેબુબભાઇ મીયાણા, હૈદર મોવર, ગફુર ઇશાભાઈ કાજેડીયા, કાસમ ઈશાભાઈ કાજેડીયા અને અબ્દુલ ઈશાભાઈ કાજેડીયા રહે. બધા જીઆઇડીસી વિસ્તાર હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં તેને જણાવ્યું હતું કે આરીફ મીયાણાને ફરિયાદીના ભાઈ ઉમરભાઈ સાથે મશ્કરી કરવા બાબતે ઝઘડો થયો હતો અને તે બાબતે તેના ફરિયાદીનો બીજો ભાઈ આવેશ આરોપીઓને સજાવવા માટે ગયો હતો ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીના ભાઈ ઉપર ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો ત્યારે આવેશને છરીનો પીઠના ભાગે જીવલેણ ઘા માર્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો પાંચે શખ્સોની સામે નોંધાયો હતો જે પાંચેય આરોપીઓની ધરપકડ કરી હતી.
આ કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો દરમિયાન પાંચ પૈકીનાં એક આરોપી અબ્દુલ ઈશાભાઈ કાજેડીયાનું મોત નીપજયું હતું જો કે, આ કેસમાં જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજૂ કરવામાં આવેલા આધાર પુરાવાઓને ધ્યાને રાખીને મોરબીના ડિસ્ટ્રીક જજ પી.વી. શ્રીવાસ્તવ સાહેબ દ્વારા આરોપી આરીફ મહેબુબભાઇ મીયાણા, હૈદર મોવર, ગફુર ઇશાભાઈ કાજેડીયા અને કાસમ ઈશાભાઈ કાજેડીયા રહે. બધા જીઆઇડીસી વિસ્તાર હળવદ વાળાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
