મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા 12 હજારની ચોરી કરવાના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ
SHARE







મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા 12 હજારની ચોરી કરવાના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ
મોરબીના સનાળા રોડ પર આવેલ જીઆઇડીસીના નાકા પાસેથી નવા બસ સ્ટેશન સુધી વૃદ્ધ સીએનજી રીક્ષામાં બેઠા હતા તેવામાં રિક્ષામાં પેસેંજરની જેમ બેઠેલા બે શખ્સોમાંથી કોઈએ નજર ચૂકવીને વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા 12,000 ની ચોરી કરી હતી જેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતો જેના આધારે પોલીસે બે આરોપીને પકડીને તેની પાસેથી રોકડા રૂપિયા 12 હજાર રૂપિયા તેમજ રિક્ષા સહિત કુલ મળીને 82 હજારનો મુદામાલ કબ્જે કરેલ છે.
મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે કેનાલ નજીક ઝૂંપડામાં રહેતા કાળુભાઈ મનજીભાઈ ડામોર (60)એ સીએનજી રીક્ષાના ચાલક સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીના નાકા પાસેથી નવા બસ સ્ટેશન સુધી તેઓ સીએનજી રીક્ષામાં બેઠા હતા ત્યારે તેની સાથે રિક્ષામાં બે વ્યક્તિઓ પેસેન્જરની જેમ બેઠેલા હતા અને તે બે પૈકી કોઈએ ફરિયાદીની નજર ચૂકવીને તેના પેન્ટના કિસ્સામાંથી રોકડા 12,000 ની ચોરી કરી લીધી હતી. જેથી વૃદ્ધ દ્વારા કરવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.
તેવામાં એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે મોરબીમાં મંગલ ભુવન રોડ ઉપરથી વોચ રાખવામા આવી હતી ત્યારે રીક્ષા નંબર જીજે 3 સિટી 0220 વાળીમાં બે શખ્સો બેઠેલા હતા જે બંને પૂછપરછ કરવામાં આવતા ઉમીયા સર્કલ પાસેથી એક વૃદ્ધને રિક્ષામાં બેસાડીને તેના ખિસ્સામાંથી 12 હજાર રૂપિયાની ચોરી કરી હોવાનું કબૂલાત આપી હતી જેથી પોલીસે આરોપી નિર્મળ ધીરૂભાઇ ઉઘરેજીયા રહે. ભગવતીપરા શેરી નંબર-9 રાજકોટ અને સોહીલ ઉર્ફે ભોલો હારૂન ઉર્ફે હકાભાઇ પરમાર રહે. ભગવતીપરા શેરી નંબર-3 રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી 12 હજારની રોકડ તેમજ રિક્ષા મળીને 82 હજારનો મુદામાલ કબ્જે કરેલ છે અને આ ગુનામાં આરોપી અમીત ઉર્ફે બુચો રાજુભાઇ ડોડીયા રહે. ભગવતી પરા બાપાસીતારામ મંદિર પાસે શેરી નંબર-3 રાજકોટ વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ કામગીરી એલસીબી પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
