મોરબી મહાપાલિકામાં ફુડ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ
તસ્કરો બેખોફ: માળીયા (મી)ના વેજલપર ગામે ત્રણ મકાન-બે મંદિરમાં ચોરી
SHARE







તસ્કરો બેખોફ: માળીયા (મી)ના વેજલપર ગામે ત્રણ મકાન-બે મંદિરમાં ચોરી
માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે રાત્રિના સમયગાળા દરમિયાન તસ્કરે ધામા નાખ્યા હતા અને ત્રણ મકાન તથા બે મંદિરને નિશાન બનાવ્યા છે તેમજ એક બાઈકની ચોરી કરવામાં આવી છે તેવી માહિતી ગ્રામજનો પાસેથી મળી રહી છે અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે
સામાન્ય રીતે તહેવારો નજીક આવે ત્યારે ચોરીની ઘટનાઓમાં વધારો થતો હોય છે તેવામા માળિયા મીયાણા તાલુકાના વેજલપર ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને હાલમાં ગ્રામજનો પાસેથી મળી રહેલ માહિતી મુજબ કિશોરભાઈ અંબારામભાઈ ભોરણીયા, વિનુભાઈ વીડજા તથા ચંદુલાલ કૈલાના રહેણાંક મકાનને નિશાન બનાવીને નાની મોટી રકમની ચોરી કરવામાં આવી છે તેમજ ગામમાં આવેલ હનુમાનજી મંદિર તથા રામદેવપીરના મંદિરમાંથી તસ્કરે ચોરી કરી છે અને ગામમાંથી એક બાઈકની પણ ચોરી કરેલ છે તેવી માહિતી ગ્રામજનો પાસેથી જાણવા મળેલ છે. અને જુદીજુદી જગ્યાએથી કુલ મળીને એકાદ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ચર્ચા વેજલપર ગામમાં ચાલી રહી છે આ ચોરીના બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ભોગ બનેલ વ્યક્તિની ફરિયાદ લેવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે
