તસ્કરો બેખોફ: માળીયા (મી)ના વેજલપર ગામે ત્રણ મકાન-બે મંદિરમાં ચોરી
માળીયા (મી) નજીક સ્કોર્પિયો છોડીને વાહન ચાલક ફરાર: પોલીસે 1.12 લાખના દારૂ સહિત 6.12 લાખનો મુદામાલ કબ્જે કર્યો
SHARE







માળીયા (મી) નજીક સ્કોર્પિયો છોડીને વાહન ચાલક ફરાર: પોલીસે 1.12 લાખના દારૂ સહિત 6.12 લાખનો મુદામાલ કબ્જે કર્યો
માળીયા મીયાણાના ત્રણ રસ્તા પાસે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાંથી સ્કોર્પિયો ગાડી પસાર થઈ રહી હતી જે ગાડીને રોકવા માટેનો પ્રયત્ન કરતા વાહન ચાલકે પોતાનું વાહન લઇને ભગાવવાની કોશિશ કરી હતી અને આગળ જઈને સ્કોર્પિયો ગાડી છોડીને વાહન ચાલક નાસી છૂટ્યો હતો જે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 560 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 1,12000 ની કિંમત નો દારૂ તથા પાંચ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 6,12,000 ની કિંમત પણ મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે. દરબારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન નાઈટ રાઉન્ડ સમયે માળિયા ત્રણ રસ્તા પાસે પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેક કરવામાં આવતા હતા ત્યારે ત્યાંથી સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એઆર 7027 પસાર થઈ રહી હતી જે શંકાસ્પદ હાલતમાં હોવાથી તેને રોકોનો પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે વાહન ચાલકે પોતાની સ્કોર્પિયો ગાડીને ભગાવી મૂકી હતી અને આગળ જઈને ગાડી છોડીને વાહન ચાલક નાસી ગયો હતો જેથી પોલીસ દ્વારા ત્યાં જઈને ગાડીને ચેક કરવામાં આવતા ગાડીમાંથી 560 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય 1,12,000 ની કિંમત દારૂ જથ્થો તથા પાંચ લાખ રૂપિયાની કિંમતની સ્કોર્પિયો ગાડી આમ કુલ મળીને 6,12,000 ની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્કોર્પિયો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે
