હળવદના ગોલાસણ ગામે વાડીમાંથી 195 બોટલ દારૂ સહિત 2.83 લાખનો મુદામાલ કબ્જે: એક આરોપી પકડાયો, એકની શોધખોળ
SHARE







હળવદના ગોલાસણ ગામે વાડીમાંથી 195 બોટલ દારૂ સહિત 2.83 લાખનો મુદામાલ કબ્જે: એક આરોપી પકડાયો, એકની શોધખોળ
હળવદના ગોલાસણ ગામની સીમમાં વાડીએ દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વિદેશી દારૂની 195 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2,53,500 ની કિંમત નો દારૂ તથા એક બાઈક આમ કુલ મળીને 2,83,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગોલાસણ ગામની સીમમાં તેજસ લાંઘણોજાની વાડીએ દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત દેવેન્દ્રસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાને મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 195 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,53,500 ની કિંમતનો દારૂનો જથ્થો તથા એક બાઈક નંબર જીજે 13 જેજે 0490 જેની કિંમત 30,000 રૂપિયા આમ કુલ મળીને 2,83,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી તેજસ ઉર્ફે પીન્ટુ નરસીભાઈ લાંઘણોજા રહે. ખાખરેચી તાલુકો હળવદ વાળા ની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સુરેશ જેસીંગભાઇ સુરેલા રહે ગોલાસણ તાલુકો હળવદ વાળા નું નામ સામે આવ્યું હોય બંને સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને બીજા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે આ કામગીરી હળવદના પીઆઇ આર.ટી. વ્યાસની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી
