મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી : મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના સંચાલક પી.ડી.કાંજીયાએ ૩૫૦ જેટલા સ્ટાફ મિત્રોનું ફુલ બોડી ચેકઅપ કરાવ્યુ


SHARE













જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી : મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના સંચાલક પી.ડી.કાંજીયાએ ૩૫૦ જેટલા સ્ટાફ મિત્રોનું ફુલ બોડી ચેકઅપ કરાવ્યુ

આજે તા.૧૦-૧૦ ને શુક્રવારે નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પ્રાણજીવનભાઈ ધનજીભાઈ કાંજીયા (પી.ડી.કાંજીયા) નો જન્મદિવસ છે.દરેક જન્મ દિવસની ઉજવણી તેઓ અલગ રીતે કરતા હોય છે.જેમાં સમાજસેવા, રાષ્ટ્રસેવા, ધર્મભકિત સ્વરૂપે કંઈકને કંઈક સેવાકિય પ્રવૃતિઓ કરતા રહેતા હોય છે. બાલઆશ્રમની બાળાઓને બે વખત દત્તક લઈ તેમનો શિક્ષણનો ખર્ચ, કપડા, પુસ્તકનો તમામ ખર્ચ તેઓએ આપ્યો જેમા તે દિકરીઓ નાની હતી તે મોટી થઈ ત્યાં સુધીનો ખર્ચ તેમને આપ્યો.આજે તેમના લગ્ન થઈ ગયા છે અને સાસરે છે.એક વખત પી.ડી. કાંજીયાએ તેમના જન્મદિવસની ઉજવણી વૃધ્ધાશ્રમ, બાલાશ્રમના પરિવાર સાથે નવયુગના કેમ્પસમાં તેમને ગરબા રમાડી, જમાડી, ગીફટ આપી કરી હતી.આ તેમની કરૂણા, લાગણી તેમના વ્યકિતત્વમાં દેખાઈ આવે છે.

આજથી ૧૦ વર્ષ પહેલા જયારે સ્વચ્છ ભારત અભિયાન ચાલતું હતું. ત્યારે કાંજીયાસરે તેમના જન્મદિવસે જીઆઇડીસી થી ચિત્રકુટ ચોક, નવયુગ વિદ્યાલય સુધીનો વિસ્તાર તેમજ નવયુગ કરીઅર અકેડમી રવાપર વિસ્તાર સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો હતો.તે આજ સુધી અવિરત પણે હજુ ચાલુ છે.તેઓ એવું સમજે છે કે સ્વચ્છ ભારત ત્યારે જ થશે જયારે સૌ પોતાના વિસ્તાર સ્વચ્છ રાખવાનું શરૂ કરે.આમ સમાજસેવા, રાષ્ટ્રસેવા કરવાની સાથે નવયુગ સાથે જોડાયેલા ઓફિસ સ્ટાફ જે ઉમરલાયક છે તેમના હેલ્થને ધ્યાનમાં રાખી રાજકોટની મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં ફુલ બોડી ચેકઅપ કરાવેલ આજે તા.૧૦-૧૦-૨૫ ને શુક્રવારે આ વખતના જન્મદિવસમાં તેમને નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના ૩૫૦ જેટલા સ્ટાફ મિત્રો તંદુરસ્ત રહે તેવો સંકલ્પ કરતા ફુલ બોડી ચેક દરેકનું થાય તેમને બોડી ચેક થયા બાદ રીપોર્ટ મળે, તંદુરસ્ત રહે તેવું યશસ્વી કાર્ય, પ્રશંસનિય, સરાહનીય કાર્ય કર્યું, આવું તો અનેક વખત સ્ટાફના જીવન વિકાસ માટે સેમિનાર કરેલ, તેમને સરકારી નોકરી મળે એવા પ્રયત્નો કરે છે. વખતોવખત જમણવારની પાર્ટી આપે, તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દિવાળીએ ડ્રાયફુટ કે મીઠાઈ અને બોનસ આપે છે.ત્યારે સ્ટાફ પરિવાર પોતાનો કૃતજ્ઞતાભાવ વ્યકત કરે છે.

સાથો સાથ પી.ડી.કાંજીયા આવી વિચારધારા ધરાવતા હોય ત્યારે તેમના ધર્મપત્ની નવયુગ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયાએ પોતાના જન્મદિવસે લીધેલ સંકલ્પ કે નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના ઓફિસ સ્ટાફ, શિક્ષક-પ્રોફેસર સ્ટાફ ફરવા જતા હોય પણ બિનશૈક્ષણિક સ્ટાફ, વર્ગ ચારના ૮૫ જેટલા કર્મચારીઓને રજા વેકેશનમાં યાત્રામાં જઈ શકે તેવું કંઈક કરીએ.તેવી ઉમદા ભાવનાથી પહેલા બે વાર હરીદ્વાર, દ્વારકા જેવી યાત્રા કરાવેલ અને આ વર્ષ દરેકને તીર્થધામની ૧૨ દિવસની તમામ ખર્ચ સાથેની યાત્રા કરાવેલ. તે સ્ટાફમિત્રોને તેમના જીવનમાં આ એક અમુલ્ય ભેટ રંજનબેન કાંજીયાએ આપી તે બદલ તમામ સ્ટાફ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરે છે.

આવું તો અનેક જે આ યાદીમાં વર્ણવી શકયા ન હોય તેવી પ્રવૃતી છે. લીસ્ટ બનાવવા બેસાય નહિ. નહિતર તો ઘણું લાંબુ લીસ્ટ થાય અને આમ આપેલ દાનની જાણ આપણા ડાબા હાથને પણ ન થવી જોઈએ કે ન વર્ણવવાનું હોય.પી.ડી.કાંજીયા આ વાત જાહેર કરવાની ના પાડતા હોય છે.પણ સ્ટાફને એમ થાય છે કે પી.ડી.કાંજીયા અને રંજનબેનના આવા કાર્યની જાણ અન્ય માટે પ્રેરણારૂપ બની રહે તે માટે કહેવું જરૂરી છે.




Latest News