મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ
SHARE







મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ
મહારાષ્ટ્રના વેપારી આરોપી પ્રવિણ શીવરામ મોડેને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર પેટે ફરીયાદીને ૨૯,૪૬,૨૩૮ ની રકમ ચુકવવાનનો મોરબીની એડી. સીવીલ જજ અને જયુડી. મેજી.ફ.ક.કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, ફરીયાદી નિલેશભાઈ અરજણભાઈ અમૃતિયા ઓથો. પાર્ટનર વૈભવ પોલીવેવ એલ.એલ.પી. મોરબી વાળા મોરબીમાં કંપની ધરાવે છે અને તેઓના કારખાનામાં વણાવેલી થેલી,પી.પી. વણાવેલ ફેબ્રીક રોલ્સ બનાવવાનુ તથા વેચવાનુ કામ કરવામાં આવે છે તેવામાં આરોપીએ તા.૨૬/૧૦/૨૦૨૩ થી ૨૩/૧૨/૨૦૨૩ સુધીમાં કટકે કટકે કરી કુલ ૧૪,૭૩,૧૧૯ નો માલ મંગાવ્યો હતો અને આરોપીને માલ મળી ગયા પછી તેણે માલનુ પેમેન્ટ કરવાનુ હતું. જેથી આરોપીએ ફરીયાદીને આઈ.સી.આઈ.સી.આઈ. બેંક શ્રીરામપુર, અહેમદનગર, મહારાષ્ટ્ર શાખાનો ચેક જેના ચેક નં.૦૦૫૮૮ વાળો રૂ. ૧૪,૭૩,૧૧૯ નો તા. ૨/૦૪/૨૦૨૪ ના રોજનો સહી કરી ચેક આપેલ હતો જે ચેક રિટર્ન થયો હતો. જેથી ફરીયાદીએ આરોપીને ચેક રિટર્નની જાણ કરી હતી. જે રકમ આરોપીએ ફરીયાદીને ચુકવેલ ન હતી જેથી ફરીયાદીએ આરોપીને તેના વકીલ મારફત તા. ૨૦/૦૪/૨૦૨૪ ના રોજ નેગો. ઈન્સ્ટ્રુ. એકટની કલમ-૧૩૮ મુજબ લીગલ નોટીસ આપી હતી અને ત્યાર બાદ વકીલ જીતેનભાઈ અગેચાણીયા મારફત મોરબી કોર્ટમાં ફરીયાદ દાખલ કરાવેલ હતી અને આ કેસ મોરબીના મહે. એડી. સીવીલ જજ અને જયુડી. મેજી.ફ.ક. સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરીયાદ પક્ષ દ્વારા કરવામાં આવેલ તમામ દલીલ માન્ય રાખીને સાધનીક રેકર્ડ વંચાણે લઈ આરોપી પ્રવિણ શીવરામ મોડેનાઓને ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૮૮૧ ની કલમ ૧૩૮ ના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવવામાં આવેલ છે અને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને ચેકની બાકી નીકળતી રકમ ૧૪,૭૩,૧૧૯ ની ડબલ રકમ ૨૯,૪૬,૨૩૮ ચુકવવાનો કોર્ટે હુકમ કરેલ છે અને દંડમાંથી ફરીયાદીને ફરીયાદ વાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯% વ્યાજ સહીત ચુકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી આરોપીએ વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ફટકારી છે આ કેસમાં મોરબીના વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેનભાઈ ડી.અગેચાણીયા, કુલદીપ ઝિંઝુવાડીયા, રવી ચાવડા, કનૈયાલાલ બાવરવા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, રોકાયેલા હતા.
