મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ
માળિયા (મી)ના ખાખરેચી ખેડૂતને વળતર આપ્યા વગર ઊભો કરવામાં આવેલ વીજ પોલ ઉખેડી નાખવાની મહેશભાઇ રાજકોટિયાની ચીમકી
SHARE







માળિયા (મી)ના ખાખરેચી ખેડૂતને વળતર આપ્યા વગર ઊભો કરવામાં આવેલ વીજ પોલ ઉખેડી નાખવાની મહેશભાઇ રાજકોટિયાની ચીમકી
માળિયા (મી)ના ખાખરેચી ગામે ખેડૂત ખાતેદારની જમીનમાં લાકડીયાથી વડોદરા તરફ જતી 765 કેવી ડીસી લાઈન નાખવામાં આવેલ છે અને સ્ટાર લાઇન કંપની દ્વારા ખેડૂતને વળતર આપવામાં આવ્યું નથી, વળતર કેટલું મળશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી અને ખેડૂતને વળતર આપ્યા વગર વીજ ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેથી ૧૦ દિવસમાં ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાશે નહીં તો મોરબી જિલ્લા પંચાયતના માજી સભ્ય તાલુકા અને જિલ્લા કોંગ્રેસનાં આગેવાનોને સાથે રાખીને ખેડૂતના ખેતરમાંથી વીજપોલ ઉખાડીને ફેંકી દેશે તેવી ચીમકી ઉચ્ચારી છે
મોરબી જિલ્લા પંચાયતના માજી સભ્ય અને કોંગ્રેસના જિલ્લાના આગેવાન મહેશભાઈ રાજકોટિયા દ્વારા હાલમાં ઊર્જાને પેટ્રોકેમિકલ્સ વિભાગના નાયબ સચિવ, મોરબી જિલ્લાના કલેકટર તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં તેને જણાવ્યું છે કે માળિયા મીયાણાના ખાખરેચી ગામે ખેડૂત ખાતેદાર રમેશભાઈ દલાભાઈ કૈલાની ખેતીની જમીન સર્વે નંબર 287 પૈકી ૨ માં લાકડીયાથી વડોદરા તરફ જતી 765 કેવી ડીસી લાઈન નાખવામાં આવેલ છે અને સ્ટાર લાઇન કંપની દ્વારા તેઓને વળતર આપવામાં આવ્યું નથી, વળતર કેટલું મળશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી અને ખેડૂતને વળતર આપ્યા વગર વીજ ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું છે આટલું જ નહીં પરંતુ તેઓના ખેતરમાં પાકને નુકસાની કરી હતી. અને હજુ સુધી કોઈ વળતર આપવામાં આવેલ નથી. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પ્રશ્ન ઉકેલતો નથી જેથી હાલમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને શરતનો ભંગ કરીને ખેડૂતની જમીનમાં સ્ટાર લાઇન પાવર ટ્રાન્સમિશન લિમિટેડ કંપની દ્વારા વીજ ટાવર ઉભો કરવામાં આવેલ છે જે દૂર કરવા માટે કાયદેસરની કાર્યવાહી ખેડૂતો દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે.
વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, પીએમઑ ઓફિસ, મુખ્યમંત્રી તથા ઉર્જા વિભાગ મુખ્ય સચિવ ગાંધીનગર તરફથી પણ વારંવાર વળતર ચૂકવવા જણાવેલ છે તેમ છતાં પણ આ કંપની દ્વારા ખેડૂતોને વળતર ચુકવેલ નથી. અને સરકારના આદેશનો પણ અનાદર કરવામાં આવેલ છે. જો આગામી 10 માં ખેડૂતના પ્રશ્નનો યોગ્ય ઉકેલ નહીં આવે તો મહેશ રાજકોટીયા તથા તાલુકા અને જિલ્લાના આગેવાનોને સાથે રાખીને વીજપોલ ઉખાડીને ફેંકી દેવાની ચીમકી ઉચ્ચારી છે અને અને આંદોલન કરવામાં આવે તો જે નુકશાની થાય તેના માટે કંપની જવાબદાર રહેશે. અંતમાં તેઓએ જણાવ્યુ છે કે, તેઓની પાસે ખેડૂતોના પ્રાણ પ્રશ્નો 2017/ 18 ના વીમા બાબતે અને વીજપોલની રજૂઆતો આવતી હતી અને જુદીજુદી કંપનીઓ જે વિજલાઇન પથારી રહી છે તે નિયમોના ચીથરા ઉડાવીને નિયમ વિરુદ્ધ પોલીસ તંત્રને સાથે રાખીને બળ પ્રયોગ કરીને ખેડૂતોનો અવાજ દબાવીને કામ કરી રહી છે. જેથી ખેડૂતોનો અવાજ પણ અધિકારીઓ દ્વારા સાંભળવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે.
