મોરબીમાં આહીર સેના દ્રારા આહીર સમાજ માટે રાસોત્સવ યોજાયો
SHARE







મોરબીમાં આહીર સેના દ્રારા આહીર સમાજ માટે રાસોત્સવ યોજાયો
મોરબીમાં શરદપુનમ નિમિતે મોરબી જિલ્લા આહીર સેના દ્રારા આહીર સમાજના ભાઇ-બહેનો માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અને મોરબીના નવલખી રીડે આવેલ બહુચર પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો અને રાજાધિરાજ દ્વારકાધીશના પ્રમુખ સ્થાને આહીર સેના દ્વારા રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આહીર સમાજ લોકો હાજર રહ્યા હતા અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને આ તકે સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આહીર સેનાના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.
