સફળ રેડ: મોરબી નજીકથી દારૂની 360 બોટલ ભરેલ ક્રેટા કાર ઝડપાઇ: 9.68 લાખનો મુદામાલ કબ્જે મોરબી: ઝઘડો થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું અભયમની ટીમે પતિ સાથે મિલન કરવાયું મોરબીમાં મહાપાલિકાની રોડ રસ્તા, પાણી, ગટર સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતાં કમિશ્નર સ્વપ્નિલ ખરે મોરબી મહાનગરપાલીકાની જાહેર બસ સેવા શરૂ કરવા માંગ: સીટી બસ વધે તો રીક્ષાનો ત્રાસ ઘટે મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ખાસ કેમ્પનું આયોજન મોરબી: SIR બાબતે 'Book a call with BLO' સુવિધાનો ઉપયોગ કરી BLO નો સીધો સંપર્ક કરી શકાશે મોરબીમાં રેલ્વેના પાટામાં તિરાડ પડતા તાત્કાલિક પાટાનું મટીરીયલ બદલી નાખ્યું મોરબી સેવાસદન ખાતે ફાયરના જવાનોની ખાસ  પ્રાયોગિક અભ્યાસ તાલીમ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં દિવાળીના પર્વએ સ્વદેશી વસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળો બન્યો સબળ માધ્યમ


SHARE



























મોરબીમાં દિવાળીના પર્વએ સ્વદેશી વસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળો બન્યો સબળ માધ્યમ

વિકાસ સપ્તાહ અંતર્ગત સરકાર દ્વારા અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ૬૦ જેટલા સ્ટોલ સાથે સખી મંડળની બહેનો અને પીએમ સ્વનિધિના લાભાર્થીઓ સહિત સ્થાનિક કારીગરો માટે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં અનેક સ્થાનિક લોકો વિનામૂલ્યે સ્ટોલ મેળવી રોજગારી મેળવી રહ્યા છે.

વિકાસ સપ્તાહ અંતર્ગત સ્વદેશી વસ્તુઓનું વેચાણ વધે, સ્થાનિક કારીગરોને રોજગારી મળી રહે તેમજ હસ્તકલા અને ઘર બનાવટની વસ્તુઓને વિશાળ બજાર મળી રહે તે માટે સ્વદેશી મેળા યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા આગામી ૧૮ ઓક્ટોબર સુધી સ્વદેશી મેળાનું આયોજન  એલ.ઈ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. સ્વરોજગારી અને સ્વદેશી વસ્તુઓના વેચાણ તથા ખરીદીને પ્રોત્સાહન પૂરું પાડવા આ સ્વદેશી મેળા સબળ માધ્યમ સાબિત થઈ રહ્યા છે અને મોરબી મહાનગરપાલિકા અને સરકાર દ્વારા આયોજિત આ મેળો બહેનોને રોજગારી પૂરી પાડે છે. અને તેઓની હાથ બનાવટની વસ્તુઓ વેચવા માટેનું મધ્યમ બનેલ છે

 

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ૧૭ ઓક્ટોબરે યોજાશે

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને તા. ૧૭/૧૦ ના રોજ સવારના ૧0:3૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ બેઠકમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા અને જિલ્લાના પદાધિકારીઓ તરફથી મળેલા પ્રશ્નો તથા બેઠક દરમિયાન રજૂ થયેલા અન્ય પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરવામાં આવશે તેવું મોરબી નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


















Latest News