મોરબીમાં દિવાળીના પર્વએ સ્વદેશી વસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળો બન્યો સબળ માધ્યમ
મોરબી જીલ્લામાં અંડર એજ ડ્રાઇવીંગ-સ્કુલ વાન ચેકિંગ માટે સ્પેશીયલ ડ્રાઇવ: ૩ વાલી સામે કાર્યવાહી, ૪૭ વાહન ચાલકોને દંડ
SHARE







મોરબી જીલ્લામાં અંડર એજ ડ્રાઇવીંગ-સ્કુલ વાન ચેકિંગ માટે સ્પેશીયલ ડ્રાઇવ: ૩ વાલી સામે કાર્યવાહી, ૪૭ વાહન ચાલકોને દંડ
મોરબી જીલ્લામાં અંડર-એજ ડ્રાઇવીંગ-સ્કુલ વાન માટે ટ્રાફિક સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવામા આવી હતી ત્યારે બે દિવસમાં ૨૭૬ સ્કુલ વાન ચેક કરીને ૪૭ વાહન ચાલકોને દંડ કર્યો હતો. તેમજ ચાર વાહન ડીટેઇન કરીને અંડર-એજ ડ્રાઇવીંગ કરનારા સગીર વયના બાળકોના ૩ વાલી સામે કાર્યવાહી કરી હતી.
મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓને શાળાએ લઇ જતી સ્કૂલવાન દ્વારા ટ્રાફિક અને આર.ટી.ઓ.ના નિયમોનું ઉલ્લઘંન કરી વિદ્યાર્થીઓને ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે જે ટ્રાન્સપોર્ટેશન ખુબજ જોખમી પ્રકારે થતુ હોવાનુ તેમજ તેને કારણે ઘણા બધા જીવલેણ ગંભીર અકસ્માતો થવાની શક્યતા હોય છે જેથી કરીને મોરબીમાં "સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ" રાખવામાં આવી હતી. અને જુદા જુદા પોઇન્ટ ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ બે દિવસમાં ૨૭૬ સ્કુલ વાન ચેક કર્યા હતા. જેમાં નિયોમનો ભંગ કરતા ૪૭ વાહન ચાલકોને ૨૪૬૦૦ નો દંડ કર્યો હતો. અને ચાર વાહન ડીટેઇન કરવામાં આવેલ છે. તેમજ અંડર-એજ ડ્રાઇવીંગ કરનારા સગીર વયના બાળકોના ૩ વાલી સામે કાર્યવાહી કરી હતી.
