મોરબીના વાઘપર ગામે ઘરમાં જુગાર રમતા 12 શખ્સો 78,300 ની રોકડ સાથે પકડાયા
મોરબી જીલ્લામાં 5 કી.મી રેડ રન ડીસ્ટ્રીક્ટ મેરેથોનનુ આયોજન કરાયું
SHARE







મોરબી જીલ્લામાં 5 કી.મી રેડ રન ડીસ્ટ્રીક્ટ મેરેથોનનુ આયોજન કરાયું
ગુજરાત સ્ટેટ એઈડસ કંટ્રોલ સોસાયટી તેમજ મોરબી જીલ્લા આરોગ્ય વીભાગનાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો. શ્રીવાસ્તવ, જીલ્લા એઈડ્સ કંટ્રોલ ઓફીસર ડો. ધનસુખ અજાણાના સહયોગથી તેમજ દીશા ડાપકુના માર્ગદર્શનથી સમાજમા એચ.આઈ.વી. એઈડ્સ રોકથામ તેમજ જન-જાગ્રુતી માટે યુવાનોની ભાગેદારી વધે તે હેતુ સર મોરબી ઉમીયા સર્કલ ખાતેથી લેક્ષસ બંગ્લો, લેક્ષસ બંગ્લો થી ઉમીયા સર્કલ સુધી 5 કી.મી “રેડ રન ડીસ્ટ્રીક્ટ મેરેથોન” નુ આયોજન કરવામા આવ્યુ હતું આ આ મેરેથોનમા જી.જે શેઠ કોમર્સ કોલેજ તેમજ શ્રીમતી જે.એ.પટેલ મહીલા કોલેજ અને ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજના વિદ્યર્થીઓ જોડાયા હતા અને મેરેથોન બાદ HIV/ AIDS અવેસનેશ શેસન તેમજ મેરેથોનમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય સ્થાન મેળવેલ વીજેતાઓને સર્ટીફીકેટ અને શીલ્ડનું વિતરણ કરવામા આવ્યું હતું આ કાર્યક્ર્મમાં મોરબી જીલ્લા આરોગ્ય અધીકારી ડો. શ્રીવાસ્તવ, જીલ્લા એઈડ્સ કંટ્રોલ ઓફીસર ડો.ધનસુખ અજાણા, પ્રોફેસર રાજેશ ઠાકોર, પ્રોફેસર. આર.કે.પવાર, રાજેશભાઈ જાદવ, પીયુષભાઈ જોષી, સુરેશભાઈ ચૌહાણ, પીંટુભાઈ રાણીપા, પ્રોજેક્ટ ડાયરેક્ટર રાજેશભાઈ લાંગા હાજર રહયા હતા, આ કાર્યક્રમને સફ્ળ બનાવવા અનમોલ ટ્ર્સ્ટ તેમજ નવજીવન ટ્ર્સ્ટના તમામ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
