મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકાનું વિભાજન રોકવા માટે માળિયા (મી) તાલુકા હિત રક્ષક સમિતિ મેદાનમાં: કાલે ૪૬ ગામના લોકોને સાથે રાખીને આવેદનપત્ર આપશે


SHARE







માળિયા (મી) તાલુકાનું વિભાજન રોકવા માટે માળિયા (મી) તાલુકા હિત રક્ષક સમિતિ મેદાનમાં: કાલે ૪૬ ગામના લોકોને સાથે રાખીને આવેદનપત્ર આપશે

માળિયા મિયાણા તાલુકાના વિભાજન માટેની ગતિવિધિ ચાલી છે તેને રોકાવા માટે માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા રજૂઆતો કરવામાં આવેલ છે. અને કાલે ૪૬ ગામના લોકોને સાથે રાખીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.

માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિના આમીન ભટ્ટી અને ઈકબાલભાઈએ જણાવ્યુ હતું કે, માળિયા મિયાણા તાલુકાને વિભાજિત કરી તેના 46 ગામોમાંથી આશરે 28 ગામોને જેતપર અને 18 ગામોને પીપળીયા ચાર રસ્તા ખાતે નવા તાલુકાઓમાં સામેલ કરવાની કવાયત કરવામાં આવી રહી છે. જો આવું કરવામાં આવે તો માળિયા (મિયાણા) તાલુકાનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. ઉલેખનીય છે કે, માળિયા (મિયાણા) બ્રિટિશ રાજ સમયનું રજવાડું હતું અને સૌરાષ્ટ્રનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તે વિસરાઈ જશે અને માળીયાના વિભાજનથી બે તાલુકા બનાવવામાં આવે તો માળીયાના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાલમાં તાલુકા કક્ષાની કચેરીઓ સરકારે માળીયામાં બનાવેલ છે. તે અંદાજે ૩.૨૨ કરોડના ખર્ચે બનેલ મિલકતો નકામી થઇ જશે. આટલું જ નહીં કજરડા, હરીપર, ખીરઈ, ચીખલી, નવાગામ, રસંગપર વગેરે ગામોએ ગ્રામ સભામાં કોઈ ઠરાવ પસાર કર્યો નથી, છતાં તેમને આ પ્રસ્તાવમાં સામેલ કરવામાં આવ્યા છે ! જેથી કરીને આ નિર્ણયના વિરોધમાં તા 13 ના રોજ સવારે 11 વાગ્યે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં માળિયા (મિયાણા) ના 46 ગામોના લોકો હાજર રહેશે. અને જે આવેદન પત્ર આપવામાં આવશે તેની મુખ્ય માંગણી માળિયા (મિયાણા) તાલુકાને વિભાજિત કરવાનો પ્રસ્તાવ તાત્કાલિક રદ કરો, માળિયા (મી.) ને મૂળ તાલુકા મુખ્ય મથક તરીકે જાળવો, 3.22 કરોડના જાહેર રોકાણનું રક્ષણ કરો, ગ્રામ સભાઓ સાથે પારદર્શી ચર્ચા કરો વિગેરે માંગ કરવામાં આવશે.




Latest News