મોરબીના આંગણે સૈનિક સ્વાભિમાન યાત્રાનું જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે કર્યું સ્વાગત-સન્માન
SHARE







મોરબીના આંગણે સૈનિક સ્વાભિમાન યાત્રાનું જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે કર્યું સ્વાગત-સન્માન
ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારડા સૈનિક સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા મોરબીના આંગણે પહોચી હતી ત્યારે મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસની ટિમ દ્વારા સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જો કે યાત્રાની સાથે મોરબી આવેલ એક સૈનિકની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા.
સૈનિક સ્વાભિમાન યાત્રા આજે મોરબીના આંગણે પહોંચી હતી ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં સૈનિક સ્વાભિમાન યાત્રાનું સ્વાગત અને સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સ્વાગત સન્માનની કાર્યવાહી ચાલી રહી હતી દરમિયાન સૈનિક સ્વાભિમાન યાત્રા સાથે મોરબી આવેલ સૈનિકો પૈકીના એક સૈનિકની તબિયત લથડી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર દરમિયાન તે સૈનિકનું બીપી ઓછું થયું હોવાના કારણે તબિયત લથડી હોવાનું સામે આવ્યું હતું.
