મોરબીમાં જલારામ જયંતીની શોભાયાત્રાની તૈયારી માટે મંગળવારે મિટિંગ યોજાશે
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈ ઉપર જૂતું ફેંકનાર સામે આકરા પગલાં લેવા મોરબી જિલ્લા કોંગ્રેસની માંગ
SHARE







સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈ ઉપર જૂતું ફેંકનાર સામે આકરા પગલાં લેવા મોરબી જિલ્લા કોંગ્રેસની માંગ
ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈ (બીજા દલિત અને પ્રથમ બૌદ્ધ મુખ્ય ન્યાયાધીશ) (સીજેઆઈ) છે તેઓની ઉપર એક વકીલ દ્વારા જૂતું ફેંકવાની શરમજનક અને જાતિ આધારિત દ્વેષપૂર્ણ ઘટના સુપ્રીમ કોર્ટના પરિસરમાં બનેલ હતી. જેથી કરીને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ એસ.સી.ડીપાર્ટમેન્ટના ચેરમેન એડ. દિપક પરમારની આગેવાની હેઠળ આજે કલેક્ટરને આ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે અશ્વિનભાઈ પરમાર, ભાવિકભાઈ મુછડીયા, દિનેશભાઇ પરમાર, મહેશભાઇ લાધવા અને બળવંતભાઈ વોરા સહિતના આગેવનો હાજર રહ્યા હતા અને તેઓએ રજૂઆતમાં જણાવ્યુ હતું કે, આ એક વ્યક્તિ પર હુમલો નથી, પરંતુ સમગ્ર અનુસૂચિત જાતિ સમુદાયની ગરિમા અને આપણા બંધારણના મૂળભૂત મૂલ્યો પર હુમલો છે. જો ભારતની આઝાદીના 78 વર્ષ પછી પણ, દેશના દલિત મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટમાં સુરક્ષિત નથી, તો પછી દેશના સૌથી દૂરના વિસ્તારોમાં રહેતા એક સામાન્ય દલિત પુરુષ કે સ્ત્રીની સુરક્ષાની સ્થિતિ શું હશે ? આ ઘટના સમાજમાં રહેલા ઊંડા જાતીવાદી મૂળિયાને ઉજાગર કરે છે જેથી કરીને આરોપીને તાત્કાલિક પકડવામાં આવે અને તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.
