મોરબી નજીક કારખાનામાં લેબર કવાર્ટરની છત ઉપર સૂતેલા શ્રમિકોના ચાર મોબાઇલની ચોરી કરનાર બે શખ્સ પકડાયા
ટંકારા નજીક પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત: મોરબીના મકનસર ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વૃદ્ધનું મોત
SHARE







ટંકારા નજીક પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત: મોરબીના મકનસર ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વૃદ્ધનું મોત
ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ હોટલ નજીક માનસિક બીમાર યુવાન કોઈ કારણોસર પડી જતા તેને જમણા પગની ઘૂટીમાં ઈજા થઈ હતી અને વધુ પ્રમાણમાં લોહી નીકળી ગયું હતું જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે મોરબી તાલુકાના મકાનસર ગામે રહેતા વૃદ્ધને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેમનું મોત નીપજ્યું હતું.
મૂળ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કરગથળ ગામનો રહેવાસ નરેશભાઈ ઉર્ફે ટીનો જેણાજીભાઈ બકરાણીયા (36) નામનો યુવાન ટંકારા રાજકોટ રોડ ઉપર આવેલ ખજુરા હોટલથી આગળના ભાગમાં હતો ત્યારે આ માનસિક બીમાર યુવાન પડી ગયો હતો જેથી તેને જમણા પગમાં ઘુટીના ભાગે ઇજા થયેલ હતી અને વધુ પ્રમાણમાં લોહી વહી ગયું હતું જેથી તેનું મોત નીપજયું હતુ અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના પિતા જેણાજી દેવાજી બકરાણીયા (70) રહે. કરગથળ તાલુકો વિરમગામ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જ્યારે મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા વાસુદેવભાઈ કુંવરજીભાઈ કવાડિયા (61) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેઓને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેને રાકેશભાઈ તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા જો કે, ફરજ ઉપરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
