ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો


SHARE











મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો

મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને પટેલ સમાજ વાડી- સનાળા ખાતે કૃષિ વિકાસ દિન’-‘રવિ કૃષિ મહોત્સવયોજાયો હતો.

આ પ્રસંગે હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવનો દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ  કરાવ્યો હતો જેના થકી કૃષિ કલ્યાણની વિવિધ યોજનાઓના લાભ આજે જન જન સુધી પહોંચ્યા છે. ખેડૂતોના કલ્યાણ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે જેના કારણે આજે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. વધુમાં તેમણે સોઇલ હેલ્થ કાર્ડ, કૃષિ યાંત્રિકીકરણ, સ્માર્ટફોન સહાય તેમજ ખેતરની ફરતે તારની વાડ બનાવવા સહિતની યોજનાઓની વાત કરી હતી.

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને સરકાર દ્વારા વિના વ્યાજે ધિરાણ પૂરું પાડવામાં આવે છે અને અનેક સાધન સહાય માટે સબસીડી પણ પૂરી પાડવામાં આવે છે. સિંચાઈ માટે પૂરતું પાણી મળવાથી ખેડૂતો આજે વધુ સીઝન લઈ શકે છે. સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. તો ઈનચાર્જ ડીડીઓ નવલદાન ગઢવીએ જણાવ્યું હતું કે, જમીન એ ખેડૂતોની સાચી મિલકત છે આપણો દેશ ખેડૂતપ્રધાન છે અને આપણું અર્થતંત્ર કૃષિક્ષેત્ર પર નિર્ભર છે, ત્યારે ખેડૂતો સમૃદ્ધ બને તે માટે સરકાર કટિબદ્ધ છે.

ખેડૂતોનો કૃષિ ઉત્પાદન વધારવા, નવી તાંત્રિકતા ખેડૂતો સુધી પહોંચાડવા તથા વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી ખેતી ખર્ચ ઘટાડી તેમની આવક વધારવા જેવા ઉદ્દેશો સાથે યોજાયેલ રવિ કૃષિ મહોત્સવકાર્યક્રમમાં ખેડૂતોને કૃષિ લગતી તાર ફેન્સીંગ, ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયર પંપ, ટ્રેક્ટર, કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ સહિતની વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા ૧૩.૧૬ લાખથી વધુના લાભોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત તજજ્ઞો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને સફળ પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તેમના અનુભવો વ્યક્ત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી જિલ્લા પંચાયતના સભ્ય જયંતિભાઈ પડસુંબિયા, ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન જયંતિભાઈ પટેલ, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, મામલતદાર સાગર ત્રાંબડીયા, ટીડીઓ જે.પી.વણપરીયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક એ.વી.ખાનપરા, જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયા, મદદનીશ બાગાયત નિયામક બી.પી.જેઠલોજા સહિત પદાધિકારી/ અધિકારી તથા ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News