મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો
મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન
SHARE







મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન
મોરબીમાં દલવાડી સર્કલ પાસે છેલ્લા ઘણા સમયથી નાળુ તૂટી ગયેલ છે અને સ્થાનિકોએ તૂટેલા નાલા બાબતે રજૂઆતો કરેલ છે તો પણ કામ કરવામાં આવતું નથી જેથી નારાજ થયેલ લોકોએ ગઇકાલે હાઇવે રોડને ચક્કાજામ કરી દીધો હતો. અને ત્યાં રોડ ઉપર બેસીને રામધૂન બોલાવી હતી ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું રજૂઆતો કરવાથી કામ કરવામાં આવતું નથી જેથી કરીને નાછૂટકે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. હવે જો કામ કરવામાં નથી આવે તો આગામી સમયમાં ફરી આંદોલન કરવામાં આવશે તેવી લોકોએ ચીમકી ઉચ્ચારી છે.
