વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી
ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો
SHARE







ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો
વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ મોરબી દ્વારા મહિલા યુવા કલ્યાણ દિવસ નિમિતે એન.એલ.અમોદ્રા નર્સિંગ કોલેજ ચરાડવા ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓના સર્વાંગી વિકાસ, સ્વાવલંબન અને સશક્તિકરણ તથા મહિલાઓ માટે સરકારી યોજનાઓ જેવી કે વ્હાલી દિકરી યોજના, સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન, સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ મહિલા અભયમ, મહિલા પોલીસ બેઈડ્ઝ સપોર્ટ સેન્ટર તથા સમાજ સુરક્ષા અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલી મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી બાળ સુરક્ષા એકમ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કર્મચારીઓ, કોલેજના આચાર્ય, અધ્યાપક તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
