મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે કાલથી રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ: જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા પણ રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે


SHARE





મોરબી જલારામ મંદિરે કાલથી રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ: જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા પણ રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા કરતા જલારામ મંદિર ખાતે દીપાવલીના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વિતરણ તા.૧૭ થી ૧૯ ઓકટોમ્બર વચ્ચે કરવામાં આવશે એટ્લે કે શુક્રવાર, શનીવાર તેમજ રવિવાર સુધી વિતરણ ચાલુ રહેશે. જેમાં વિવિધ પ્રકારની મીઠાઈ તેમજ ફરસાણ મળશે અને તેના માટે કોઈપણ પ્રકારના એડવાન્સ બુકીંગ કે નામ નોંધાવવાની જરૂર નથી. અને વિતરણ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. તેમ સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.

જૈનમ ગૃહ ઉદ્યોગ
મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ મીઠાઈ વિતરણનું આયોજન કરવામાં આવ્યું  છે અને બરફી, થાબડી, મોહનથાળ, કાજુ કતરી, ટોપરા પાક, મિક્ષ મીઠાઈ, તેમજ ફરસાણમાં ચકરી, ચવાણું, સકરપારા, ફરસી પૂરી, નાયલોન ચેવડો અને બટર ભાખરવડીનુ વિતરણ કરવામાં આવશે તેના માટે સંસ્થા દ્વારા બુકિંગ લેવામાં આવેલ છે અને આગામી દિવસોમાં જીનેશભાઈ, પારસભાઈ, ગૌતમભાઈ અને વી.કે. મહેતા દ્વારા તેઓની ટીમને સાથે રાખીને મીઠાઇ અને ફરસાણનું વિતરણ કરવામાં આવશે.




Latest News