મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર વુમન્સ ગૃપના સભ્ય દ્વારા રાશન કીટનું વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરાઇ


SHARE





મોરબીમાં પાટીદાર વુમન્સ ગૃપના સભ્ય દ્વારા રાશન કીટનું વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરાઇ

મોરબીમાં પાટીદાર વુમન્સ ગૃપ દ્વારા જન્મદિવસની ઉજવણીમાં ખોટા ખર્ચને બદલે લોકોને ઉપયોગી થાય તે માટે અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં પાટીદાર વુમન્સ ગ્રુપના અગ્રણીના જન્મદિવસ નિમિતે નબળા વર્ગના લોકોને રાશન કીટ આપી ઉજવણી કરવામાં આવી હતી મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપના અગ્રણી કાજલબેન આદ્રોજાના જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યોથી તે થાય માટે ગ્રુપના સભ્યોએ મોરબીના રેન બસેરા વસતા લોકોને રાહત મળે અને પોતાનું ગુજરાન સરળતાથી ચલાવી શકે તે માટે રાશન કીટ ની વિતરણ કરવામાં આવ્યો હતું જેમાં ૧૩૦ જેટલા લોકોને રાશન કીટ વિતરણ કરવામાં આવતા તેઓના ચેહરા પર ખુશી જોવા મળી હતી. સેવાકીય કાર્યમાં પાટીદાર વુમન્સ ગ્રુપના સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા, નીરૂબેન, ચંદાબેન કાબરા અને આશાબેન સહિતના સભ્યો જોડાયા હતા. તેમજ શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉધોગ કેળવણી સંસ્થા સંચાલિત મહારાણી શ્રી નંદકુવર બા આશ્રય ગૃહ ઉપસ્થિત કાર્યકર પ્રતિનિધિ અસ્મિતા ગોસ્વામી અને પરેશભાઈ ત્રિવેદી તથા આશ્રય ગૃહ  સંચાલક ટીમ મેમ્બર્સ પણ ઉપસ્થિતિ રહ્યાં હતા.




Latest News