મોરબીમાં પાટીદાર વુમન્સ ગૃપના સભ્ય દ્વારા રાશન કીટનું વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરાઇ
ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શનનું આયોજન
SHARE













ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શનનું આયોજન
ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન આગામી 21 તારીખને મંગળવારે યોજાશે. જેનો હરી ભક્તો એ દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે આ ઉપરાંત પાતરમા પ્રસાદ યોજાશે.
ટંકારા મધ્યમા બિરાજતા અને ગ્રામદેવતા તરીકે પુજાતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે પ્રતી વર્ષની જેમ આ વર્ષે પણ નુતન વર્ષની ઉજવણી આજથી અગિયારસ થી શરૂ થઈ ગઈ છે. મંદિરને વિશેષ શ્રીગાર કરવામા આવ્યો છે આજે સાંજે શ્રી હરી સમસ્ત દરબાર સાથે બંગલા દર્શનમાં બિરાજમાન થશે સવાર સાંજ નોબત ના શુર ગુંજશે બેસતા વર્ષના દિવસે દાદા સન્મુખ જુદી જુદી ભાજીના શાક સંભાર ફળ મિઠાઇ અને પ્રસાદ ધરવામાં આવશે. ટંકારા સહીત રાજકોટ મોરબી અમદાવાદ વાકાનેર જામનગર મુબઈ દેશ દેશાંતરમાં વસતા તમામ હરી ભક્તો ટંકારા પધારશે.
