ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શનનું આયોજન
મોરબી બગથળા નકલંક ધામ મંદિરે નૂતન વર્ષે અન્નકૂટ દર્શન-મહાપ્રસાદનું આયોજન
SHARE














મોરબી બગથળા નકલંક ધામ મંદિરે નૂતન વર્ષે અન્નકૂટ દર્શન-મહાપ્રસાદનું આયોજન
મોરબીના બગથળા નકલંકધામ મંદિરે દર વર્ષે નૂતન વર્ષના દિવસે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ધર્મપ્રેમી લોકોને લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.
મોરબીના બગથળા ગામે આવેલ નકલંકધામ મંદિરે નૂતન વર્ષના દિવસે લોકો પૂજન અર્ચન માટે આવતા હોય છે. ત્યારે નૂતન વર્ષના દિવસે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે બગથળાના નંકલંક મંદિરે તા. 22 ને બુધવારે શરૂ થતા નવા વર્ષ નિમિતે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ૯ કલાકે આરતી યોજાશે અને ૯:૩૦ કલાકથી મહાપ્રસાદ શરૂ કરી દેવામાં આવશે તેમજ રાતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો બગથળા તેમજ આસપાસના ગામના લોકોને લાભ લેવા માટે નકલંકધામ મંદિરના મહંત દમજી ભગત અને આયોજકોએ અનુરોધ કરેલ છે.

