મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના વેપારીને ચેક રીટન કેશમાં એક વર્ષ ની સજા, ૧૦ લાખનો દંડ


SHARE











મોરબીના વેપારીને ચેક રીટન કેશમાં એક વર્ષ ની સજા, ૧૦ લાખનો દંડ

મોરબીના વેપારીને ચેક રીટન કેશમાં એક વર્ષ ની સજા, ૧૦ લાખનો દંડ કોટ્ર દ્રારા ફટકારાયેલ છે.જેની ટુંકમાં વિગત એવી છે કે ફરીયાદી કીશન સેલ્સ એજન્સીના માલીક ભરતભાઈ સોમાભાઈ બજાણીયા ત્રાજપર મોરબીની ફરીયાદ એવી છે કે ફરીયાદી મોરબી કીશન સેલ્સ એજન્સીના નામથી વેપાર કરીએ છીએ અને આ કામના સામેવાળા સાઈનાથી પેન્ટીંગ વર્કસના નામથી ઘંઘો કરે છે.ફરીયાદી અને સામેવાળા વચ્ચે ઘણા લાંબા સમયથી ધંધાકીય સંબંધ હોવાથી આ કામના આરોપીઓ નં (૧) ઓમ સાંઈનાથ પેન્ટીંગ વર્કસ (૨) અમરનાથ શીવદર્શન યાદવ (૩) અનુરાગભાઈ મનુપસાદભાઈ પાઠકને મીત્રતાના દાવે રૂા.૫,૦૦,૦૦૦ અંકે રૂપીયા પાંચ લાખ પુરા ઉછીના આપેલા અને ત્યારબાદ ઉઘરાણી કરતા આ કામના આરોપીઓએ  ફરીયાદીને આઈ.સી.આઈ.સી.આઈ. બેંક અડાજણ શાખાનો રકમ રૂા.૫,૦૦,૦૦૦ નો ચેક આપેલ અને આ ચેક આપતી વખતે આરોપીઓએ અમો ફરીયાદીને એવુ વચન અને વિશ્વાસ આપેલ કે ચેક બેંકમાં નાખતા નાણા રોકડમા મળી જશે જેથી આ કામના ફરીયાદીએ ચેક તા.૨૪-૯-૨૦૨૦ ના રોજ ફરીયાદી ની બેંક બેક ઓફ બરોડામાં નાખતામાં સદર ચેક તા.૨૮-૯-૨૦૨૦ ના રોજ સ્ટોપ પેમેન્ટના શેરા સાથે પરત ફરેલ જેની જાણ ફરીયાદીને તા.૨૮-૯-૨૦૨૦ ના બેંકના રીટન મેમાથી થયેલ.

 

આમ આરોપીઓએ જાણી જોઈને સમજી વિચારીને સ્ટોપ પેમેન્ટ કરાવીને ફરીયાદીને ચેકની રકમ વસુલ થવા દીધેલ નહી ત્યારબાદ ચેક રીટન થયા બાદ ફરીયાદીએ વકીલ ધ્વારા તા. ૧૫-૧૦-૨૦ ના રોજ ડીમાન્ડ નોટીશ મોકલેલ જે નોટીશ આ કામના આરોપીઓને તા.૨૦-૧૦-૨૦ ના રોજ મળી ગયેલ પરંતુ તે નોટીશ મળયા બાદ પણ આ કામના આરોપીઓએ નોટીશમાં જણાવેલ સમય મર્યાદામાં કોઈપણ જાતનો જવાબ આપેલ નહી કે ફરીયાદીને ચેક મુજબની રકમ ચુકવેલ નહી જેથી ફરીયાદીએ વકીલ મારફત તા. ૧૦-૧૧-૨૦ ના રોજ થી નેગો. ઈન્સ્ટ્રુ. એકટ ની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલ ત્યારબાદ તમામ આરોપીઓને બજયા બાદ તમામ આરોપીઓ કોર્ટમાં હાજર થયેલ ત્યારબાદ ફ્રી. પ્રો.કોડ ની કલમ ૨૦૭ અન્વયે ફરીયાદને લગતા કાગળોની કોપી આરોપીઓને આપેલ ત્યારબાદ કેશ આગળ ચાલેલ અને ત્યારબાદ ફરીયાદ પક્ષ ધ્વારા પુરાવો નોંધેલ બાદમાં ફરીયાદ પક્ષ ધ્વારા કરવામાં આવેલ તમામ દલીલો માન્ય રાખી અને તમામ રેકર્ડ વંચાણે લઈ આરોપીઓ (૧) ઓમ સાઈનાથ પેન્ટીંગ વર્કસ (૨) અમરનાથ શીવદર્શન યાદવ (૩) અનુરાગભાઈ મનુપ્રસાદભાઈ પાઠકને નેગો. ઈન્સ્ટ્રુ. એકટની કલમ ૧૩૮ ના ગુન્હા સબબ તકક્ષીર વાન ઠરાવવામાં આવેલ અને ૧ વર્ષ ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવેલ અને ચેકની બાકી નીકળતી રકમ રૂા.૫,૦૦,૦૦૦ ની ડબલ રકમ રૂા.૧૦,૦૦,૦૦૦ દંડ ફરમાવવામાં આવેલ છે.તે દંડમાથી ફરીયાદીની ફરીયાદ વાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વારસીક ૯ ટકાના વ્યાજ સહીત ચુકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી આરોપીઓને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરવવામાં આવેલ છે.આ કામમાં ફરીયાદી તરફે મોરબીના વિધ્વાન ઘારાશાસ્ત્રી જગદીશભાઈ એ.ઓઝા તથા ફેનીલભાઈ જે.ઓઝા રોકાયેલા હતા.






Latest News