હળવદમાંથી અજાણ્યા પુરુષનો માથું અને હાથ કાપેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ
SHARE
હળવદમાંથી અજાણ્યા પુરુષનો માથું અને હાથ કાપેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ
હળવદમાં રાતકડી હનુમાન મંદિરે જવાના રોડ ઉપરથી માથું અને હાથ કાપેલ હાલતમાં એક લાશ મળી આવી છે જેથી કરીને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં કોઈ જાનવરે મૃતદેહ ફાડી ખાધો હોવાનીઓ શક્યતા સેવાઇ રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ રાતકડી હનુમાન મંદિર જવાના રોડ ઉપરથી મૃતદેહ પડ્યો હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ સ્થળ ઉપર પહોચી હતી અને ત્યાં સ્થળ ઉપરથી માથું અને હાથ કપાયેલ હાલતમાં એક લાશ મળી આવી હતી જેથી કરીને મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને અજાણ્યા પુરુષની લાશ મળી હોવાથી પોલીસે હાલમાં મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટેની હળવદ પોલીસે તજવીજ શરૂ કરી છે. અને હત્યાની આશંકાને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.