મોરબીના મકનસર ગામે યુવાને તેના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
હળવદના સુંદરીભવાની ગામે બાઇક અડી જવાની બાબતે યુવાનને ચાર શખ્સોએ લાકડી વડે મારમાર્યો
SHARE













હળવદના સુંદરીભવાની ગામે બાઇક અડી જવાની બાબતે યુવાનને ચાર શખ્સોએ લાકડી વડે મારમાર્યો
હળવદના સુંદરીભવાની ગામે યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે ત્યાં એક વ્યક્તિને બાઈક અડી ગયું હતું જેથી યુવાન સાથે બોલાચાલી કરીને ચાર શખ્સો દ્વારા ગાળો આપીને ઢીકાપાટુનો તથા લાકડી વડે યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી યુવાનને ફેકચર જેવી ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો મોદી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદના સુંદરીભવાની ગામે રહેતા મેહુલભાઈ રસિકભાઈ સરવૈયા (26)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીવાભાઈ રમુભાઈ ભરવાડ, પીન્ટુભાઇ સીણાભાઇ, શંકરભાઈ પોપટભાઈ અને જયેશભાઈ ગોકળભાઈની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તે ગામમાંથી બાઈક લઈને જતો હતો ત્યારે જીવાભાઈ ભરવાડને બાઇક અડી ગયું હતું જેથી ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ પીન્ટુભાઇ, શંકરભાઈ અને જયેશભાઈએ લાકડી લઈને આવ્યા હતા અને ચારેય શખ્સોએ ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યાર બાદ ઢીકાપાટુનો અને લાકડી વડે મારમાર્યો હતો જેથી ફરિયાદીને જમણા હાથમાં ફેકચર અને બંને પગમાં તથા શરીરને મુંઢ ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલ ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
