મોરબીમાં સાળા અને બનેવી ઉપર છરી વડે હુમલો, બનેવીનું મોત: ત્રણ આરોપીઓની ધરપકડ
મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજનું સ્નેહ મિલન યોજાશે
SHARE
મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજનું સ્નેહ મિલન યોજાશે
મોરબીમાં આવેલ જલારામ મંદિરે લોહાણા મહાજન દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૨૨ ના રોજ સવારે આ સ્નેહ મિલન યોજાશે.
મોરબીમાં પ્રતિ વર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી લોહાણા સમાજ ની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન દ્વારા નૂતન વર્ષ નિમિતે તા.૨૨-૧૦-૨૦૨૫ બુધવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન શહેર ના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ ખાતે લોહાણા સમાજના સ્નેહ મિલ નું આયોજન કરવામાં આવેલ છે. આ સ્નેહ મિલનમાં સમાજના તમામ લોકોને આવવા માટે મોરબી લોહાણા સમાજ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, કાર્યવાહક પ્રમુખ હરીશભાઈ રાજા અને મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ અને તેની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.