મોરબીમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવનારા યુવાનના ઘરમાં ફટાકડા ફોડીને જાનથી મારી નાખવાની ધમકી
SHARE














મોરબીમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવનારા યુવાનના ઘરમાં ફટાકડા ફોડીને જાનથી મારી નાખવાની ધમકી
મોરબીમાં કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા યુવાને અગાઉ વ્યાજ બાબતની ફરિયાદ નોંધાવી હતી જેનો ખાર રાખીને યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેના ઘરમાં અજાણ્યા બે એક્ટિવમાં આવેલા શખ્સો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા જયભાઈ પ્રવીણભાઈ અંબાણી (32)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે માધવ દિનેશભાઈ મકવાણા રહે. કંડલા બાયપાસ ધર્મ સૃષ્ટિ સોસાયટી મોરબી તથા અજાણ્યા બે એકટીવા ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે આરોપી માધવ મકવાણાના પિતા સામે ફરિયાદીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વ્યાજ બાબતની ફરિયાદ નોંધાવેલ છે જે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીનો પીછો કર્યો હતો અને તેને ગાળો આપી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બે અજાણ્યા એકટીવા ચાલક દ્વારા ફરિયાદીના ઘરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
એક બોટલ દારૂ સાથે પકડાયો
ટંકારા તાલુકાના છતર ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ સાથે ધીરેન્દ્રકુમાર બંસીલાલ નીસાદ (26) રહે. ઇન્વીક્ટસ પોલીપેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં છતર મૂળ રહે. ઉત્તરપ્રદેશ વાળા મળી આવ્યો હતો જેથી તેને પકડીને તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

