મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર અકસ્માતમાં ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના નવલખી રોડ ઉપર અકસ્માતમાં ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા પશુરામ ધામ મંદિર નજીક વાહન અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલ યુવાનને મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના નવલખી રોડ પરશુરામ ધામ મંદિર પાસે ગઈ તા.૧૮-૧૦ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ઈજા પામેલ સાહિલ અલારખાભાઈ ટાણા (ઉમર ૩૦) રહે.વનાળીયા તા.જી.મોરબીને બેભાન હાલતમાં ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યાં રાબેતા મુજબ પ્રાથમિક સારવાર કરીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.હોસ્પિટલ ખાતેથી યાદી આવતા હાલ બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

મારામારીમાં ઈજા
મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે સર્કિટ હાઉસ પાસે બે લોકો દ્વારા માર મારવામાં આવતા વિકાસ દેવીપુજક (ઉંમર ૨૧) રહે.ઇન્દિરાનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે સામાકાઢે મોરબી-૨ ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.જ્યારે બીજા બનાવમાં મોરબીના સામાકાંઠે વિસ્તારમાં રહેતા જયંતીભાઈ બેચરભાઈ જીંજવાડીયાને પાડોશી સાથે માથાકૂટ ઝઘડો થયો હતો.જે બનાવમાં જેન્તીભાઈને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.બી ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવેલ હોય હાલ પોલીસે બનાવ સંદર્ભે આગળની તપાસ શરૂ કરી છે.
 
મારામારીમાં ઇજા

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સેલની કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા જીવન મદનલાલ વર્મા (22) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં

મોરબી તાલુકાના ફડસર ગામે મહેશભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા ગુણુભાઈનો ત્રણ વર્ષના દીકરા પિયુષને વીંછી કરડી ગયો હતો જેથી તેને ઝેરી અસર થવાથી સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

સાપ કરડી ગયો

મોરબી તાલુકાના બગથળા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના 17 વર્ષના દીકરા શંભુ નાનુરામ મેડાને સાપ કરડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News