મોરબીમાં યુવતીની છેડતી કરનારા શખ્સને લોકોએ પકડીને મેથીપાક ચખાડ્યો !
SHARE
મોરબીમાં યુવતીની છેડતી કરનારા શખ્સને લોકોએ પકડીને મેથીપાક ચખાડ્યો !
મોરબીના સનાળા રોડ ઉપર સાંજના સમયે યુવતીની છેડતી કરવાનો બનાવ સામે આવ્યો હતો અને તેમાં યુવતીની છેડતી કરનાર શખ્સને લોકોએ પકડીને મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને જે શખ્સ દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી હતી તેને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો તેવી માહિતી સ્થાનિક લોકો પાસેથી મળી રહી છે.
મોરબીના સનાળા રોડ ઉપર નવું બસ સ્ટેશન આવેલ છે અને તેની આસપાસના વિસ્તારમાં શાળા અને કોલેજ છે અને તે વિસ્તારમાં ભૂતકાળમાં પણ યુવતી અને છોકરીઓની છેડતી કરવામાં આવતી હોય તેવી ઘટનાઓ સામે આવી હતી દરમિયાન મંગળવારે સાંજના સમયે એક શખ્સ દ્વારા સનાળા રોડ ઉપર યુવતીની છેડતી કરવામાં આવતી હતી ત્યારે ત્યાં સ્થાનિક લોકો દ્વારા આ શખ્સને પકડી લેવામાં આવેલ હતો અને યુવતીની છેડતી કરનારા શખ્સને મેથીપાક ચખાડવામાં આવ્યો હતો ત્યારબાદ આ શખ્સને મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તેની અટકાયત કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી જોકે અવારનવાર આ રીતે છેડતીના બનાવો મોરબીના જુદા જુદા વિસ્તારોમાં બનતા હોય છે ત્યારે મહિલાઓની સુરક્ષા માટે સી ટિમ દ્વારા સઘન કામગીરી કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.