મોરબીમાં યુવતીની છેડતી કરનારા શખ્સને લોકોએ પકડીને મેથીપાક ચખાડ્યો !
મોરબીની પાવડીયારી ચોકડી પાસેનો બનાવ: બેફામગતિએ દોડતા ડમ્પર ચાલકે રિક્ષા સહિતના વાહનો ઉડાવ્યા, એકનું મોત: ત્રણથી વધુને ઇજા
SHARE













મોરબીની પાવડીયારી ચોકડી પાસેનો બનાવ: બેફામગતિએ દોડતા ડમ્પર ચાલકે રિક્ષા સહિતના વાહનો ઉડાવ્યા, એકનું મોત: ત્રણથી વધુને ઇજા
મોરબીની પાવડીયારી ચોકડી પાસે બેફામગતિએ ડમ્પર ચલાવનારા વાહન ચાલકે રિક્ષા સહિતના વાહનો હડફેટે લીધા હતા અને અકસ્માત સર્જ્યો હતો આ બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે એનમે ત્રણ થી ચાર લોકોને ઇજા થતાં તેને જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ છે.
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી ચોકડી પાસે જ્યાં રોડની બાજુમાં બજાર ભરતી હોય છે ત્યાં સાંજના સમયે ડમ્પર ચાલકે બેફામગતિએ પોતાનું વાહન લઈને નીકળ્યો હતો અને ત્યારે બજાર પાસે ઊભેલી રીક્ષાને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતના બનાવમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને લગભગ ત્રણ થી ચાર વ્યક્તિઓને ઇજા થઇ છે જેથી કરીને તેને સારવાર માટે લઈ જવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના જુદા જુદા માર્ગો ઉપર અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે અને ભારે વાહનો બેફામગતિએ દોડતા હોય છે તેમ છતાં પણ આરટીઓ કે પછી પોલીસ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવતા નથી જેના કારણે આવી રીતે જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે અને નિર્દોષ લોકોના જીવ જતા હોય છે તેવી જ રીતે આજે પાવળીયારી ચોકડી નજીક સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજયું છે અને રીક્ષાનો ભૂક્કો બોલી ગયો છે તેવી માહિતી હાલમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
