મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો
SHARE













મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો
મોરબી નજીકના જોધપર ગામની સીમમાં આવેલ કારખાનેથી કારખાનેદાર તેના પત્ની જઇ રહયા હતા ત્યારે બાજુના કારખાનામાં રહેતા શ્રમિકો સાથે નજીવી વાતમાં બોલાચાલી થઈ હતી ત્યારે બે શ્રમિકોએ દંપતીને ગાળો આપીને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો જેથી ઇજા પામેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલે લઈએ ગયા હતા અને ત્યાર બાદ કારખાનેદારે બે શ્રમિક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે.
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશિપમાં આવેલ શિવમ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 603 માં રહેતા દિનેશભાઈ ભીખાભાઈ દેકાવાડિયા (57)એ હાલમાં બિંદભાઈ અને અર્જુનભાઈ રહે. બંને હાલ જોધપર નદી ગામની સીમમાં મારુતિ પોલીપેક મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ તેમના પત્ની મુક્તાબેન સાથે પોતાના કારખાનેથી ઘર તરફ આવી રહ્યા હતા દરમિયાન બાજુના કારકારેમાં રહેતા બિંદુભાઈ કારખાના પાસે ખાટ ઉપર અવ્યવસ્થિત કપડાં પહેરીને બેઠેલ હતા જેથી ફરિયાદીએ તેઓને આ ઠપકો આપ્યો હતો જે બાબતનો રોષ રાખીને બિંદભાઈ અને અર્જુનભાઈએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને ફરિયાદીને માથા, કાન અને જમણા હાથમાં મારમારીને ઈજા તરીકે હતી અને તેઓના પત્ની મુક્તાબેનને હાથમાં ધોકો મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
