મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE





ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના ભાજપના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત જનસંઘથી તેઓની સાથે જોડાયેલા જુના જોગીઓ પણ આ સ્નેહમિલનના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને એક મેકને નવા વર્ષની સહુ કોઈએ શુભેચ્છા પાઠવી હતી.

નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેર સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાતા હોય છે તેવી જ રીતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિભાગના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને ઉમા ટાઉનશીપ ખાતે આજે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના મોરબી, માળિયા, વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકાના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સહુ કોઈએ એકમેકના મો મીઠા કરાવીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી ત્યારે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સહુ કોઈને મોરબી જિલ્લાના વિકાસ કામોમાં સહયોગ આપવા અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારે સારામાં સારા કામ થાય તે માટે સહકાર આપવા જણાવ્યું હતું તેમજ જનસંઘથી તેઓની સાથે જોડાયેલા જુના જોગીઓ પણ આ આજે સ્નેહમિલનના કાર્યક્રમમાં હાજર રહ્યા હોય તેઓએ પોતાની જૂની યાદોને તેઓની સાથે આજે તાજા કરી હતી




Latest News