વાંકાનેર: માવતરના ઘરેથી પત્ની દિવાળીએ પછી ન આવતા યુવાને અણધાર્યું પગલું ભર્યું
વાંકાનેર: દિવાળીએ બાળકો પાસે વતનમાં જવાની પતિએ ના પડતાં પત્નીએ અનંતની વાટ પકડી
SHARE
વાંકાનેર: દિવાળીએ બાળકો પાસે વતનમાં જવાની પતિએ ના પડતાં પત્નીએ અનંતની વાટ પકડી
વાંકાનેરના સરતાનપર ગામ નજીક કારખાનામાં રહેતા પરિવારના બાળકો વતનમાં હતા જેથી મહિલાને તેના બાળકો પાસે દિવાળીમાં જવું હતું જો કે, તેના પતિએ થોડા સમય પછી વતનમાં જવાનું કહ્યું હતું તે બાબતે લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેની વાંકનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલ બાફીટ સેનેટરી નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા કવિતાબેન રામચરણભાઈ વર્મા (40) નામના મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની કોમલસિંગ ધુલજીભાઇ વર્મા (43) રહે. હાલ બાફીટ સેનેટરી લેબર ક્વાર્ટરમાં તાલુકો વાંકાનેર મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના બાળકો વતનમાં હતા જેથી કરીને તેને દિવાળીના તહેવારમાં પોતાના વતન જવું હતું પરંતુ તેના પતિએ થોડા સમય બાદ વતનમાં જશું તેવું કહ્યું હતું તે બાબતે મહિલાને મનોમન લાગી આવતા તેણીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો તેવી વિગત પ્રાથમિક તપાસમાં સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.